Get The App

ચોટીલામાં એએસઆઈ પર 3 મહિલા સહિત 6 શખ્સે હુમલો કર્યો

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
ચોટીલામાં એએસઆઈ પર 3 મહિલા સહિત 6 શખ્સે હુમલો કર્યો 1 - image


ત્રણ મહિલાઓ સહિત કુલ ૬ સામે ફરિયાદ

કાર્યવાહી અટકાવવા બે શખ્સોએ પોલીસ મથકની દિવાલ સાથે માથું ભટકાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરેન્દ્રનગર -  ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી સહિતની ટીમ સાથે પોલીસ મથકે આવી ચાલુ ફરજ દરમ્યાન મહિલાઓ સહિત ૭ થી વધુ લોકોએ એકસંપ થઈ ફરજમાં રૃકાવટ કરી હતી તેમજ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હાથે બચકુ ભરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી તેમજ કાયદેસરની કાર્યવાહી અટકાવવા માટે અમુક શખ્સોએ જાતે જ પોલીસ સ્ટેશનની દિવાલ સાથે માથા ભટકાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યા અંગેની ફરિયાદ પોલીસ કર્મચારીએ પોલીસ મથકે નોંધાવી છે.

ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ રામભા ધનરાજભા રાજૈયા મારામારીના એક બનાવની ચોટીલા સરકારી હોસ્પીટલ ખાતેથી એમએલસી આવતા ફરિયાદી તે અંગેની કાર્યવાહી કરી રહ્યાં હતાં. ત્યારે એમએલસી લખાવનાર દર્દી કિરિટભાઈ જયંતીભાઈ બુટીયા અને અન્ય ત્રણ શખ્સો હોસ્પિટલે આવ્યા હતા. જેમાંથી કિરિટભાઈ કેફી પીણું પીધેલી હાલતમાં હોય પીઆઈ સાથે બોલાચાલી કરી ફરજમાં રૃકાવટ ઉભી કરી હતી તેમજ રામભા સથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગ્યા હતા.

તે દરમિયાન ત્રણ મહિલાઓ પણ પોલીસ મથકે આવી પહોંચી ઝપાઝપી કરી હતી અને રામભાને ડાબા હાથે બચકું ભરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. તેમજ અન્ય શખ્સોએ પણ નખથી ઈજાઓ પહોંચાડી કિરિટભાઈ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદીને અટકાવ્યા હતા. જેમાં દિલીપભાઈ અને સુધીરભાઈએ પોતાની જાતે પોલીસ મથકની દિવાલ સાથે માથા ભટકાડી આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. જે મામલે એએસઆઈ રામભાએ ચોટીલા પોલીસ મથકે મહિલાઓ સહિત છ શખ્સો કિરિટભાઈ જયંતીભાઈ બુટીયા, પ્રતાપભાઈ રણજીતભાઈ ઓવાલીયા, દિલીપભાઈ વલ્લભભાઈ વાઘેલા અને દિલીપભાઈ વાઘેલાની ૩ સબંધી મહિલાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Tags :