- પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા હતા
- પોલીસે રૂ. 5,290 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
આણંદ : ખંભાત શહેર પોલીસે ખંભાતની પરવતશા દરગાહની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં છાપો મારીને પત્તાપાનાનો જુગાર રમી રહેલ છ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સો પાસેથી રૂપિયા ૫,૨૯૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.
ખંભાતની પરવતસા દરગાહની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તાપાનાનો જુગાર રમી રહ્યાં હોવાની બાતમી ખંભાત શહેર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે છાપો મારતા જુગાર રમી રહેલ છ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સોના નામઠામ અંગે પૂછતા શખ્સોએ સાદિક ઉર્ફે ટાંટિયો સાકીરભાઇ મલેક, ઈરફાન ઉર્ફે પટલો યુનુસભાઇ કુરેશી, સબીર હુસૈન ઉર્ફે નવો ગુલામ હુસેન, મોઈન ઉર્ફે ચોર સિદ્દીકભાઈ શેખ, સલીમભાઈ હુસેનભાઇ શેખ અને સરફરાજ ખાન ઉર્ફે બબલુ યુસુફ ખાન પઠાણ તમામ (રહે.ખંભાત) હોવાની ઓળખ આપી હતી. પોલીસે ઝડપાયેલ શખ્સોની અંગજડતીમાંથી તેમજ દાવ પરથી મળી કુલ રૂપિયા ૫,૨૯૦નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


