Get The App

વિરમગામના શાહપુરમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
વિરમગામના શાહપુરમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા 1 - image

- પોલીસે દસ હજારની રોકડ જપ્ત કરી

- નળ સરોવર પોલીસે આરોપીઓ પાસેથી માત્ર રોકડ જપ્ત કરતા કામગીરી સામે સવાલ

વિરમગામ : વિરમગામ તાલુકાના શાહપુર ગામમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૂપિયા ૧૦,૪૨૦ હજારની ફક્ત રોકડ રકમ જપ્ત કરી છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

વિરમગામ તાલુકાના શાહપુર ગામના નાયકવાસમાં કેટલાક શખ્સો જુગાર રમતો હોવાની બાતમીના આધારે નળ સરોવર પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરી હતી. રેડ દરમિયાન નંદાભાઇ ગલાબભાઈ પઢાર, દેશળભાઈ રામાભાઈ ધરજીયા, અંબારામ કમાભાઈ પઢાર, મેલાભાઈ સુબાભાઈ પઢાર, પરસોતમ સાગરભાઇ પઢાર, બચુભાઈ ગગજીભાઈ સાપરા (તમામ રહે.શાહપુર ગામ) જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગ જડતીના રૂ. ૫,૬૯૦ અને દાવ ઉપરથી ૪,૭૩૦ મળી કુલ રૂ.૧૦,૪૨૦ની રોકડ રકમ જપ્ત કરી હતી. રેડ દરમિયાન એક પણ આરોપી પાસેથી મોબાઇલ મળી નહીં આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.