જામનગરમાં મોડી રાત્રે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સો પકડાયા
Jamnagar : જામનગરના ગોવાળ મસ્જિદ નજીકના વિસ્તારમાં ગઈ રાત્રે બે વાગ્યે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સોની અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના ગોવાળ મસ્જિદ વિસ્તારમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા નિર્મલ ઉર્ફે ત્રિકમ રમેશભાઈ પઢીયાર નામના ફરસાણના વેપારી, ઉપરાંત હાર્દિક અશ્વિનભાઈ ચુડાસમા, વીરભદ્રસિંહ અરવિંદસિંહ સરવૈયા, નામના વેપારી કિરીટ બાબુભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ મનુભા જાડેજા અને જયેન્દ્ર કાનજીભાઈ વાઘેલા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,050ની રોકડ રકમ અને ઘોડી પાસાનું સાહિત્ય કબજે કર્યો છે.