Get The App

ટાંકી ચોકમાંપ્લાસ્ટિકના ટોકનથી જુગાર રમતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
ટાંકી ચોકમાંપ્લાસ્ટિકના ટોકનથી જુગાર રમતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત 1 - image

- લીંબડીમાં કસીનો સ્ટાઇલ ટોકન આધારિત જુગાર કલબ ઝડપાઇ

- લીંબડીનો શખ્સ માણસો બોલાવી જુગાર રમાડતો :  રોકડ સહિત રૂ. 39 હજારનો મુદામાલ જપ્ત

લીંબડી : લીંબડીના ટાંકી ચોક વિસ્તારમાં એક મકાનમાં કસીનો સ્ટાઇલ ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને છ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડયા છે. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસે ૪ મોબાઈલ તથા રોકડ રકમ મળીને રૂ. ૩૯ હજાર નો મુદામાલ પોલીસે કબજે કર્યોે હતો.

લીંબડીના ટાંકી ચોકમાં જૈન ઉપાશ્રય પાસે રહેતો વિજય ઉર્ફે રૂપક રતીલાલ ડેલીવાળો પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી તેમની પાસેથી ડિપોઝીટ પેટે પૈસા ઉધરાવી તેના બદલામાં ટોકન આપી તીન પતીનો જુગાર રમાડી રહ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડયું હતું. 

પોલીસે સ્થળ ફરથી જુગાર રમતાં (૧) વિજય ઉર્ફે રૂપક રતીલાલ ડેલીવાળા (રહે. ટાંકીચોક, લીંબડી)(૨) રમેશ હરજીભાઈ બાવળીયા (રહે. ઉમરાળા, રણપુર) (૩) શામજી ગગજીભાઈ મકવણા (રહે. રાજપરા, રણપુર) (૪) વિજય ઠાકરશીભાઈ ધરજીયા (રહે. અણીયાળી, રણપુર) (૫) ભરત વશરામભાઈ પંચાળ (રહે. રાજપરા, રાણપુરા) (૬) પિન્ટુ મનજીભાઈ આકરીયા (રહે.લીંબડી)ને ઝડપી પાડયા હતાં. પોલીસે આરોપીઓ રોકડ રૂ.૧૯,૭૦૦, ૪-મોબાઈલ રૂ.૨૦,૦૦૦ મળીને કુલ રૂ.૩૯, ૭૧૦નો મુદામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ લીબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વિજય ઉર્ફે રૂપક ડેલીવાળો પોતાના રહેણાંક મકાન પર છેલ્લાં ઘણાં સમયથી જુગારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. જેની પોલીસને મોડી ખબર પડતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.