Gujarat

જૂનાગઢ-વેરાવળ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6 સિંહને બચાવી લેવાયા

By GS TEAM
14 May 20261 min read
જૂનાગઢ-વેરાવળ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6  સિંહને બચાવી લેવાયા

જૂનાગઢ-વિસાવદર વચ્ચે રેલવે ટ્રેક પર સિંહ ટોળું આવી ચડયું

ફોરેસ્ટ ટ્રેકરે સિંહોને ટ્રેક પરથી સુરક્ષિત દૂર કર્યા બાદ ટ્રેન ગંતવ્ય તરફ રવાના થઈ

ભાવનગર - ભાવનગર મંડળના જૂનાગઢ-વિસાવદર વચ્ચે રેલવે ટ્રેક પેસેન્જર ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી છ સિંહના ટોળાના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.

જૂનાગઢ-વેરાવળ ટ્રેન ગઈકાલે મંગળવારે જૂનાગઢ-વિસાવદર રેલખંડના કિ.મી. નં.૦૫/૦૧ નજીક રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. આ સમયે ટ્રેક પર અચાનક છ સિંહોનું ટોળું પાટા પાર કરતું જોવા મળ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી ટ્રેનના લોકો પાયલટ રમેશ પી. અને સહાયક લોકો પાયલટ ચિંતન કુમારે ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને અટકાવી દઈ સિંહોને બચાવી લીધા બાદ આ અંગે વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરને જાણ કરતા તેઓએ સ્થળ પર પહોંચી સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યા હતા.

ઉલ્લેખનિય છે કેનાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫૬નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૨૯ અને વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના સવા માસમાં ૧૧ સિંહોને બચાવવામાં આવ્યા છે.