એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી આચનારા 6 જેલહવાલે

- લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ
- બેંકના અધિકારી-કર્મચારીઓની સંડોવણીની દિશામાં પોલીસ તપાસ તેજ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નિલમબાગ શાખાના એસએમઈસીસી વિભાગના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનિકાંત ઝાલાએ નિલમબાગ પોલીસ મથકમાં ભૂમીબેન નિખિલભાઈ પંડયા, કીરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, જલ્પાબેન પિયુશભાઈ શાહ, જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણી, ભરત સુગનામલભાઈ અડવાણી અને સુનિલ ત્રિલોકચંદ હાસેજા વિરૂદ્ધ વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૂ કરવા માટે ખોટા બીલોના આધારે આર્થિક સહાયની લોન મેળવી લોનની રકમમાંથી લઘુ ઉદ્યોગ શરૂ કરવાની મશીનરી કે સ્ટોકની ખરીદી નહી કરી રકમ અંગત ઉપયોગ માટે વાપરી બેંક સાથે રૂ.૧,૩૫,૦૦,૫૬૯ની છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાંની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તમામ ૬ લોકોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.








