જામજોધપુરના આંબેડકર ચોકમાં ગઈ રાત્રે એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.94 લાખની માલમતા સાથે 6 જુગારીઓ પકડાયા
Jamnagar Gambling Crime : જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં આંબેડકર ચોકમાં ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને છ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,94,650 ની માલમતા કબજે કરી છે
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે ગઈ કાલે રાત્રે જામજોધપુર ટાઉનમાં આંબેડકર ચોકમાં જુગાર અંગે દરોડો પાડયો હતો. જ્યાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા ઈશાભાઈ ઓસમાણભાઈ રાવકડા, બસીર અહેમદભાઈ સમા, હુસૈન સુમારભાઈ સંધિ, હનીફ મહમ્મદભાઈ રાવકડા, ઈબ્રાહીમ મુસાભાઇ રાવકડા, તેમજ મહંમદ મુસાભાઇ કટારીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 23,650 ની રોકડ રકમ, ચાર નંગ મોબાઈલ ફોન અને ચાર બાઈક સહિત રૂપિયા 1,94,650 ની માલમતા કબજે કરી છે.