વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ
વડોદરાઃ વડોદરા પાસેના ગામના કૂવામાં ખાબકેલા એક મગરને બહાર કાઢતાં કાર્યકરોને નાકે દમ આવી ગયો હતો.
તરસાલી પાસે આવેલા વડધા ગામના અંદાજે ૨૦ ફૂટ જેટલા ઊંડા પાણી ભરેલા કૂવામાં છ ફૂટ જેટલો મગર દેખાતાં લોકો ભેગા થઇ ગયા હતા.મગર નદીમાંથી સ્થળાંતર કરવા જતાં પડી ગયો હોવાનું મનાય છે.
જયુ ક્ષત્રિય અને તેના કાર્યકરો ફોરેસ્ટ વિભાગની ટીમ સાથે સ્થળ પર આવ્યા હતા અને જાનના જોખમે બે કલાકે મગરને બહાર કાઢ્યો હતો.