Gujarat

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 6 ગુનાઓ નોંધાયા : વિવિધ સ્થળોએથી વિદેશી દારૂ જપ્ત, 6 ની અટકાયત

By GS TEAM
9 Jun 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વિદેશી દારૂ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વાહનો તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 6 ગુનાઓ નોંધાયા : વિવિધ સ્થળોએથી વિદેશી દારૂ જપ્ત, 6 ની અટકાયત

Jamnagar Police : જામનગર જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વિદેશી દારૂ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વાહનો તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સીટી ‘એ’ ડિવિઝન વિસ્તારમાં નિલકંઠનગર ખાતે કરવામાં આવેલી રેઇડ દરમિયાન દિલીપભાઈ ઉર્ફે રાજા કારાભાઈ પરમાર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

સીટી ‘બી’ ડિવિઝન વિસ્તારમાં નવાગામ ઘેડ, કબીરનગર સફીયાવાસ ખાતે કરવામાં આવેલી રેઇડ દરમિયાન મામદભાઈ સુલેમાનભાઈ સફીયાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા કબજે કરવામાં આવ્યા હતા.

સીટી ‘સી’ ડિવિઝન વિસ્તારમાં બે અલગ-અલગ કાર્યવાહીમાં સોનુસિંગ શેરસિંગ ખીચ્ચી તથા સચિનકુમાર અશોકકુમારને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દારૂ ઉપરાંત એક્ટીવા પણ કબજે કરવામાં આવી હતી.

જોડીયા પોલીસ મથક વિસ્તારમાં ભાદરા પાટીયા સર્કલ નજીક નીલેશભાઈ ચંદુભાઈ ધામેચા એક્ટીવામાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હતો. તેની પાસેથી દારૂ, મોબાઇલ ફોન તથા એક્ટીવા મળી કુલ રૂ.81,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં મોઇનભાઈ ઉર્ફે સોનુ અનવરભાઈ મીયાવા જાહેર સ્થળે વિદેશી દારૂ સાથે ઝડપાતા તેની સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ 6 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે. તમામ ગુનાઓમાં સંબંધિત પોલીસ મથકો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.