ભરૂચની દૂધધારા ડેરીમાં પણ ઈફ્કોવાળી! ભાજપમાં ભડકો, MLA અરૂણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવાર પક્ષમાંથી સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch News : ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરાના MLAની પેનલના 9 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલના ઉમેદવારો પર પક્ષે મેન્ડેટના અનાદરનો કોરડો વિંઝયો છે. ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનાર 9 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. વાગરાના ધારાસભ્યની સહકાર વિકાસ પેનલના 9 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
9 ઉમેદવારો સસ્પેન્ડ
સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમતસિંહ રાજ, જંબુસરના જગદીશ પટેલ, કાવીઠાના જીગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલ, સોમા વસાવા, દિનેશ બારીયા અને સુનિલ પટેલનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા છે.
દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં, વાગરા MLA એ મેન્ડેટ વિરૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ દૂધધારા ડેરી માટે આગામી 19મી સપ્ટેમ્બરે 4 જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે. મતદાન બાદ 20મીએ થનાર મતગણતરીમાં દૂધધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવાનું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 15 બેઠકો પૈકી 12 બેઠક માટે ઘનશયમ પટેલ અને 3 બેઠક માટે અરૂણસિંહ રાણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા. મેન્ડેટ છતાં અરૂણસિંહ રાણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી હતી. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા સામસામે છે.









