સુનિલ પાન ગેંગના ૬ સાગરીતો ૧૩ દિવસ રિમાન્ડ પર લેવાયા
ચોરીનો મુદ્દામાલ અને સાધનો રિકવર કરવા તથા ફરાર આરોપીઆ ઝડપી લેવા તપાસ

ગુજસીટોકના ગુનામાં સુનિલ પાન ગેંગના ૬ સાગરીતોના કોર્ટે ગુનાની વધુ તપાસ માટે ૧૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં ઘરફોડ, ચોરી, લૂંટ, સ્નેચિંગ, શરીર સંબંધી સહિતના ૯૬ જેટલા ગુનાઓ આચરી હાહાકાર મચાવનાર ધસુનિલ પાન ગેંગધ સામે પોલીસે ગુજસીટોક હેઠળ મુખ્ય સૂત્રધાર સુનિલસિંગ સહિત ટોળકીના ૯ સાગરીતો સામે કાર્યવાહી હાથ ધરી તે પૈકીના ૬ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં ભીલસિંગ ઉર્ફે સંતોકસિંગ ટાંક, સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી (બન્ને રહે- ભાથુજીનગર ઝુપડપટ્ટી, ખોડીયારનગર), કિરપાલસિંગ ઉર્ફે પાલેસિંગ તિલપીતીયા (ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી, કોયલી), અમરસિંગ ઉર્ફે પાપી બાવરી (જલારામનગર ઝૂંપડપટ્ટી, ડભોઇ રોડ), પ્રેમસિંગ ઉર્ફે ભીમા બાવરી (શંકરનગર, પ્રતાપગંજ) અને કુલદીપસિંગ ઉર્ફે સન્ની બાવરી (પેન્શનપુરા, નિઝામપુરા) નો સમાવેશ થાય છે. ગુનાની વધુ તપાસ માટે, ગુના સમયના હથિયારો રિકવર કરવા તથા ફરાર આરોપીઓને ઝડપી પાડવા ગુનાની વધુ તપાસ માટે આરોપીઓને સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ સમક્ષ રજૂ કરાતા પોલીસના સોગંદનામાંને ધ્યાને લેતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ગુજસીટોક રઘુવીર પંડ્યાની દલીલો થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓના સગા તથા અલગ અલગ જગ્યાએ રહેતી વ્યક્તિઓ રેકી કરી આરોપીઓને માહિતી આપતી હતી. મહીસાગર નદીની કોતરમા, મધ્યપ્રદેશ - બોમ્બે તરફ નદીના પટમાં ચોરીનો મુદ્દામાલ છુપાવ્યો હોવાની તથા પેટલાદ અને વાંકાનેર સોની બજારમાં ચોરીનો મુદ્દામાલ વેચ્યો કબુલાત કરી છે. તેમજ ભરૂચના મગનાદ ગામ પાસે સન્નીસિંગ નામના શખ્સ પાસેથી અલગ અલગ મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મેળવ્યા હતા.