Get The App

સુરેન્દ્રનગરમાં જુગારના 2 દરોડામાં 6 ઝડપાયા

Updated: May 21st, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં જુગારના 2 દરોડામાં 6 ઝડપાયા 1 - image

મેળાના મેદાન પાસેથી બે ઝડપાયા

મફતીયાપરામાંથી રૃા.૨૭,૧૨૦ના મુદ્દામાલ સાથે ચાર શખ્સ ઝડપાયા

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરમાં જુગારના બે દરોડામાં છ શખ્સ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસ બંને દરોડામાં રોકડ સહિતનો ૨૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરેન્દ્રનગરના મફતિયાપરા વિસ્તારમાં આવોેલી સોનલ સોસાયટી પાસે મકાન સામે એ-ડિવીઝન પોલીસે રેઈડ કરી સ્થળ પરથી જુગાર રમતા ચાર શખ્સો સંજયભાઈ ભરતભાઈ દલોલીયા, યુવરાજભાઈ નાગભાઈ ખાચર, મેરૃભાઈ રણછોડભાઈ રાતોજા અને શૈલેષભાઈ ઉર્ફે મુન્નાભાઈ ચતુરભાઈ કોરડીયા (તમામ રહે.સુરેન્દ્રનગર)ને ગુડદી પાસાનો જુગાર રમતા રોકડ રૃા.૨૧,૧૨૦, ૩ મોબાઈલ (કિં.રૃા.૬,૦૦૦) સહિત કુલ રૃા.૨૭,૧૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મેળાના મેદાન પાસેથી જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા હિરાભાઈ કાળુભાઈ ગરીયા (રહે.વઢવાણ)ને રોકડ રકમ સાથે વઢવાણ પોલીસે ઝડપી લીધો હતો.જ્યારે પતરાવાળી ચોક પાસે મંગલમ પાન નજીક ઓટલા પરથી વર્લી મટકાનો જુગાર રમતા બાબુલાલ નાનાલાલ મહેતા (રહે.કૃષ્ણનગર)ને એ-ડિવીઝન પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.