Gujarat

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા

By GS TEAM
4 Oct 20251 min read
ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી  મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં દશામા મંદિર પાસે કાલભૈરવ મંદિર નજીક બપોરના સમયે દારૃની મહેફિલ ચાલતી હોવાની વિગતોને પગલે ગોરવા પોલીસે દરોડો પાડયો હતો.આ વખતે ટેબલ અને ખુરશી ગોઠવીને કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા હતા.જેથી પોલીસે છ જણાને ઝડપી પાડી બીયર અને દારૃની બે ભરેલી બોટલ અને ત્રણ ખાલી બોટલ કબજે કર્યા હતા.જો કે આ કેસમાં મોબાઇલ મળી આવ્યા હોય તેમ દર્શાવાયું નથી.દારૃનો જથ્થો નગઠના રામપુરા ગામના સુનિલ નાયરે સપ્લાય કર્યો હોવાની વિગતો મળતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે  પકડેલાઓના નામ આ મુજબ છે.

(૧) હાર્દિક દિલિપભાઇ બારોટ (અનમોલ નગર,પ્રગતિ નગર પાસે,ગોરવા) 

(૨) સન્ની મનસુખભાઇ ભદોરિયા (લક્ષ્મીકુંજ સોસાયટી,આઇટીઆઇ ગોરવા)

(૩) વિજય  બાબુભાઇ સોલંકી(જય સત્યનારાયણ સોસાયટી,ગોરવા)

(૪) સિધ્ધરાજ ઇન્દુભા ઝાલા(રણછોડ રાય નગર,ન્યુ રિફાઇનરી રોડ,ગોરવા)

(૫) કમલેશ રવિન્દ્ર કુશ્વાહ(સિકોતર ધામ સોસાયટી,કરોડીયા-બાજવા રોડ)

(૬) મહેશ પ્રભાતભાઇ પરમાર(ક્રિષ્ણા નગર વિભાગ-૨,બાજવા-ગોરવારોડ).