ધ્રાંગધ્રા હાઈવે પરથી કતલખાને ધકેલાતા 6 પશુઓને બચાવાયા

વાહનમાં
ઘાસચારા વગર પશુઓને ક્રૂર રીતે બંધાયા હતા
પશુ
ભરેલા ત્રણ વાહનના ચાલકા અને ક્લીનર સહિત ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા હાઈવે પર
વધુ એક જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા પશુઓને બચાવી લીધા છે. ધ્રાંગધ્રા ખાતેથી
એક સાથે ત્રણ વાહનોમાંથી કતલખાને લઇ જવાતા છ પશુઓને બચાવી વાહન ચાલકો તથા ક્લીનર
સહિત ૦૪ શખ્સો વિરૃદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
ધ્રાંગધ્રા
ખાતે જીવદયા પ્રેમી જાલાભાઈ બળદેવભાઈ મેવાડા અને તેઓની ટીમ ધ્રાંગધ્રા-માલવણ હાઈવે
પરથી પશુઓને કતલખાને લઈ જતા ત્રણ વાહનો નીકળતા હોવાની બાતમીને આધારે ભાગવતધામ
ચોકડી નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન અલગ અલગ ત્રણ નંબરો વાળી બોલેરો કાર નીકળતા
આ ત્રણેય વાહનોને વારાફરતી અટકાવી તપાસ કરતા અંદર ઘાસચારા અને પાણીની સગવડ વગર કુલ
૦૬ ભેંસ ક્રતા પૂર્વક બાંધેલી હાલતમાં નજરે પડતા જીવદયા પ્રેમીઓ દ્વારા વાહન કબજે
કરી તમામ પશુઓને પાંજરાપોળ ખાતે મુક્ત કર્યા હતા અને (૧) સદામભાઈ કરીમબક્ષ જત (૨)
સુલતાનભાઈ બસરીયાભાઈ જત (૩) ફરહાનભાઈ અનવરભાઈ પીલુડિયા તથા (૪) કાળુભાઈ નાગરભાઈ
સુરેલા સહિત વાહનોને પોલીસ મથકે લાવી તમામ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે
ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









