શરણ્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરી કરનાર 6 આરોપી ઝડપાયા
સાણંદની
મોરૈયા જીઆઇડીસીમાં
પોલીસે
આરોપીઓ પાસેથી રૃ.૩.૯૬ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
સાણંદ
- મોરૈયા વિસ્તારમાંથી શરણ્ય ઇન્ડસ્ટ્રીયલ
એસ્ટેટમાં સટર તોડી ચોરી કરનાર છ આરોપી ઝડપાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૃ.૩.૯૩
લાખનો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધકરી છે.
સાણંદ
તાલુકાના મોરૈયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા શરણ્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલી ચોરીના
કુલ.૬ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી આઉટડોર લાઇટ નંગ.૮૨ કિ.રૃ.૮૦,૨૫૦, બે કોમ્પ્યુટર કિ.રૃ.૧,૫૦,૦૦૦,
૧ યુ.પી.એસ. કિ.રૃ.૨૫૦૦, ૩ બેટરી કિ.રૃ.૩૬૦૦, બે ટનના ચાર એ.સી. કિ.રૃ.૧,૬૦,૦૦૦ મળી કુલ રૃ.૩,૯૬,૩૫૦નો મુદ્દામાલ
રિકવર કર્યો છે. (૧) ભાવેશભાઇ નરેશભાઇ સોલંકી
(ઉ.વ.૨૭, રહે.કેસરસીટી મોરૈયા ગામ, તા.સાણંદ) (૨) ધર્મેશભાઇ રામજીભાઇ જાદવ (ઉ.વ.૨૫, રહે.કેસર સીટી મોરૈયાગામ તા.સાણંદ, મુળ.અંકેવાળીયા તા.લીંમડી
જી.સુરેન્દ્રનગર) (૩) મયુરભાઈ ભરતભાઈ પરમાર (રહે,સુવાસ સોસાયટી, મોરૈયા ગામ, મુળ.વરસડા તા.તારાપુર, જિ.આણંદ) (૪) દીપકભાઈ નરશીભાઈ સોલંકી (રહે,સોમનાથ સોસાયટી
મોરૈયા ગામ, મુળ.મોટી વાવડી તા.રાણપુર, જિ.આણંદ) (૫) મયુરભાઈ હમીરભાઈ વાઢેર (રહે.કેસરસીટી મોરૈયા ગામ,મુળ.સોલડી તા.ધ્રાંગધ્રા,જિ.સુરેન્દ્રનગર) (૬) ચિરાગભાઈ
રત્નાભાઈ જાદવ (રહે.આવાસ સોસાયટી મોરૈયા ગામ, મુળ.વડગામ તા.ખંભાત,
જિ.આણંદ)