Gujarat

જામનગર નજીક નેવી મોડા ગામમાંથી નકલી દારૂની ફેક્ટરી સાથે પકડાયેલા છ આરોપીઓને જેલ હવાલે કરાયા

By GS TEAM
21 Jun 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક નેવી મોડા ગામમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો, અને જામનગર તેમજ રાજસ્થાનના વતની એવા 6 આરોપીઓની અટકાયત કરી લઈ નકલી દારૂ બનાવવા માટેનું રૂપિયા લાખની કિંમતનો સાહિત્ય કબ્જે કરી લીધું હતું

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક નેવી મોડા ગામમાંથી નકલી દારૂની ફેક્ટરી સાથે પકડાયેલા છ આરોપીઓને જેલ હવાલે કરાયા

Jamnagar Liquor Raid : જામનગર નજીક નેવી મોડા ગામમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો, અને જામનગર તેમજ રાજસ્થાનના વતની એવા 6 આરોપીઓની અટકાયત કરી લઈ નકલી દારૂ બનાવવા માટેનું રૂપિયા લાખની કિંમતનો સાહિત્ય કબ્જે કરી લીધું હતું, જે તમામ આરોપીઓ સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધ્યો હતો, ત્યારબાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને તમામને જેલ હવાલે કરાયા છે.

 એલ.સી.બી. ની ટુકડીએ નેવી મોડા ગામમાં દરોડો પાડી એક વાડીના મકાનમાં ચાલી રહેલી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યાં દારૂ બનાવવાનો કારસ્તાન ચલાવી રહેલા (1) હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જાડેજા રહે. મોમાઇનગર શેરી નંબર-5, જામનગર મુળ- નેવીમોડા, (2) શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા રામેશ્વરનગર, જામનગર, (3) અર્જુનસીંગ તેજસીંગ સોઢા રાજપુત ઉવ.30 રહે. ચોહટન, મેધવાલોકા વાસ, તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન, (4) સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ રાજપુત રહે. લોરડીગામ તા.વિજયનગર જી.બ્યાવર રાજસ્થાન, (5) સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ રહે. બરેલાગામ તા.વિજયનગર જી.બ્યાવર રાજસ્થાન તેમજ (6) સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા રહે. બડલાગામ તા.હુરડા થાના ગુલાબપુરી જી.ભીલવાડા રાજસ્થાનની ધરપકડ કરી લીધા બાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, અને તમામને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.