Get The App

ગુજરાતમાં વર્ષે 6.36 લાખ ટન લિંબુનો પાક, પખવાડિયામાં 50 ટકા ભાવ ઘટયા

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં વર્ષે 6.36 લાખ ટન લિંબુનો પાક, પખવાડિયામાં 50 ટકા ભાવ ઘટયા 1 - image


ચાલુ વર્ષે પણ લિંબુનું મબલખ ઉત્પાદન જળવાઈ રહેવાની શક્યતા 

દેશમાં વર્ષે 38 લાખ ટનથી વધુ લિંબુ પાકે છે, પ્રથમ ક્રમે આંધ્રમાં ઉત્પાદન વધ્યું જ્યારે બીજા ક્રમે ગુજરાતમાં ઉત્પાદન એકંદરે સ્થિર 

રાજકોટ: શાક-દાળ સહિત અનેક વાનગીમાં રોજિંદા વપરાશના લિંબુના એક સમયે દાંત ખાટા કરી દે તેવા ભાવ પહોંચી ગયા બાદ હવે જૂલાઈ-ઓગષ્ટ વાવણીની સીઝન શરુ થઈ છે અને સાનુકૂળ વરસાદ વરસી રહ્યો છે ત્યારે પખવાડિયામાં આશરે પચાસ ટકા ભાવ ઘટી ગયા છે અને આજ યાર્ડમાં ન્યુનત્તમ રૂ।.૫થી રૂ।.૨૫ના કિલો લેખે સોદા પડયા હતા. જો કે છૂટક બજારમાં વિણાંટ કરીને તેના બમણાંથી ત્રણ ગણા ભાવ લેવાય છે. 

સમગ્ર દેશમાં લિંબુનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષથી આંશિક વધારા સાથે સારુ થતું રહ્યું છે. દેશનું સૌથી વધારે ૨૩થી ૨૪ ટકા લિંબુ પકવતા રાજ્ય આંધ્રપ્રદેશમાં ઈ.સ.૨૦૨૧-૨૧થી ઉત્પાદન આશરે ૨ લાખ ટન વધી ગયું છે.  જ્યારે બીજા ક્રમે દેશનું ૧૬થી ૧૭ ટકા લિંબુ પકવતા ગુજરાતમાં ૬.૩૬ લાખ ટનનું ઉત્પાદન એકંદરે જળવાઈ રહ્યું છે. 

ઈ.સ.૨૦૨૫ના અનુમાન મૂજબ પણ ગુજરાત સહિત દેશમાં લિંબુ ઉત્પાદન જળવાઈની રહ્યું છે અને ઈ.સ.૨૦૨૫-૨૬માં પણ મબલખ ઉત્પાદનની આશા સેવાય છે. પોટેશિયમ, ડાયેટરી ફાઈબર સહિત ન્યુટ્રીશિયન વેલ્યુ ધરાવતા લિંબુને એકાદ વર્ષ સાચવી શકાતા હોવાથી વાવણી ચોમાસામાં અને પાક શિયાળાના આંરભે બજારમાં આવતો હોવા છતાં વર્ષ દરમિયાન તેની સપ્લાય જળવાતી હોય છે.

રાજકોટ યાર્ડમાં લિંબુના ભાવ

(પ્રતિ મણ-૨૦ કિલો)

જૂન-૨૦૨૫

તારીખ

ભાવ

તા.૧૬

૨૦૦-૧૧૦૦

તા.૧૭

૧૦૦-૮૦૦

તા.૧૮

૧૦૦-૯૦૦

તા.૧૯

૨૦૦-૯૫૦

તા.૨૦

૧૦૦-૮૦૦

તા.૨૧

૧૦૦-૯૦૦

તા.૨૩

૨૦૦-૮૦૦

તા.૨૪

૧૦૦-૭૦૦

તા.૨૫

૨૦૦-૭૫૦

તા.૨૬

૧૦૦-૭૦૦

તા.૨૮

૧૫૦-૭૫૦

તા.૩૦

૧૦૦-૬૫૦

તા.૧ જૂલાઈ

૧૦૦-૫૦૦

ગુજરાતમાં, દેશમાં પાંચ વર્ષ દરમિયાન લિંબુનું ઉત્પાદન

વર્ષ

ગુજરાત

દેશ

(આંકડા લાખ ટનમાં)

 

 

૨૦૧૯-૨૦

૬.૩૬

૩૬.૮૭

૨૦૨૦-૨૧

૬.૨૬

૩૫.૪૮

૨૦૨૧-૨૨

૬.૩૭

૩૭.૭૭

૨૦૨૨-૨૩

૬.૪૪

૩૭.૮૭

૨૦૨૩-૨૪

૬.૩૬

૩૮.૩૬

(આંકડા અપેડા મૂજબ)

 

 


Tags :