Get The App

કચ્છમાં એક પખવાડિયામાં 5મો ધરતીકંપ નોંધાયો

Updated: Jul 31st, 2023

GS TEAM

Google News
Google News
કચ્છમાં એક પખવાડિયામાં  5મો ધરતીકંપ નોંધાયો 1 - image

જાપાનની જેમ ભૂકંપથી કચ્છ  ટેવાઈ ગયું છે : ચાલુ વર્ષે કચ્છમાં 4.0થી વધુ, અતિ તીવ્રતાના  2 ભૂકંપઃ સૌરાષ્ટ્રમાં માંગરોળના દરિયામાં વધુ તીવ્રતાનો ધરતીકંપ 

રાજકોટ, : આજે પૂરા થતા જૂલાઈ માસમાં  કચ્છમાં ગત એક પખવાડિયામાં આજે પાંચમો નોંધપાત્ર તીવ્રતાનો ભૂકંપ  ભચાઉથી 12 કિ.મી.ઉત્તરે 2.9ની તીવ્રતાનો નોંધાયો છે.  આજે સવારે 11.38  વાગ્યે ઉદ્ભવેલ આ ભૂકંપ ફોલ્ટલાઈન ઉપરનો મનાય છે, અને તે જમીનમાં 32.1 કિ.મી. ઉંડાઈએ   સર્જાયો હતો.

આ પહેલા જૂલાઈમાં તા. 23ના ભચાઉથી ઉત્તર-પૂર્વમાં 3.1 અને આ  જ દિવસે કચ્છના ફતેગઢથી 13 કિ.મી. પશ્ચિમ-ઉત્તરે 2.7, તા. 21ના ભચાઉથી 26 કિ.મી. દક્ષિણ-પૂર્વે 2.6 અને તા. 17ના કચ્છના દયાપરથી 27 કિ.મી. પશ્ચિમ-દક્ષિણે 2.6 અને તા. 14ના ખાવડાથી 35 કિ.મી. ઉત્તરે 3.0નો ભૂકંપ નોંધાયો હતો.  આ માસમાં સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતાનો માત્ર એક ભૂકંપ તા. 12 જૂલાઈએ માંગરોળના દરિયામાં 58 કિ.મી.ના અંતરે 3.5ની તીવ્રતાનો નોંધાયો હતો. તે પહેલા તા. 3 જૂલાઈએ રાપર પંથકમાં 3.4નો ભૂકંપ આવ્યો હતો.