Gujarat

સુરતમાં રોગચાળો ન ફેલાઈ તે માટે પાલિકા તંત્રની કયાવત : પાણી ઓસર્યા બાદ યુધ્ધના ધોરણે સફાઈ કરી 587.44 મેટ્રીક ટન કચરાનો નિકાલ

By GS TEAM
28 Jun 20253 mins read
TukuTouch Logo
સુરતમાં પૂરની સ્થિતિ દરમિયાન પાલિકાએ 40,275 ફુડ પેકેટોનું વિતરણ કર્યું સફાઈ બાદ 34,964 કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં રોગચાળો ન ફેલાઈ તે માટે પાલિકા તંત્રની કયાવત : પાણી ઓસર્યા બાદ યુધ્ધના ધોરણે સફાઈ કરી 587.44 મેટ્રીક ટન કચરાનો નિકાલ

Surat : સુરતમાં આવેલા ખાડી પૂર ઓસરવાની શરૂઆત સાથે જ પાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. સફાઈની કામગીરી સાથે સાથે પાલિકાએ આરોગ્ય લક્ષી સર્વે અને કામગીરી હાથ ધરી છે. પાણી ઓસર્યા બાદ પાલિકાએ 587.44 મેટ્રીક ટન કચરાનો નિકાલ કર્યો છે અને સફાઈ બાદ 34,964 કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. હવે રોગચાળો ન ફેલાઈ તે માટે પાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સતત આરોગ્ય લક્ષી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

ખાડી પૂર ઓસરવાની સાથે જ સફાઈની કામગીરી  માટે મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે સીધી સૂચના આપી હતી અને આઈસીસીસી ખાતે તથા સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કરતા કામગીરીમાં ઝડપ આવી હતી. સુરત જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સીમાડા ખાડી ઓવર ફ્લો થવા સાથે ખાડી કિનારાનાં અનેક વિસ્તારમાં ખાડીમાં પાણી ફરી વળ્યા હતા. પાંચમા દિવસે ખાડી પૂર ઓસર્યા છે તેની સાથે પાલિકા તંત્ર આ વિસ્તારમાં રોગચાળો ન ફેલાઈ તે માટે યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી કરી રહ્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ સાથે મેડિકલ ટીમ તથા સર્વેલન્સ વર્કરો મારફત અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તા.24 થી 27 જુન દરમિયાન પાલિકાએ શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં 2,24,069 વસતીને સર્વેમાં આવરી લીધી હતી. જેમાં 1215 લોકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. સુરતમાં ચાર દિવસથી ખાડી પૂર હતું તે વિસ્તારમાં લોકો ઘરની બહાર નિકળી શકે તેમ ન હતા તેથી પાલિકાએ આ વિસ્તારમાં 40,275 ફુડ પેકેટોનું વિતરણ કર્યું હતું.

આજથી ખાડી પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું છે જેમાં પાલિકાએ સફાઈ ઝુંબેશ વધુ સઘન બનાવી 587.44 મે.ટન કચરાનો નિકાલ કરાયો હતો. અને 34,964 કિલો જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત છે તેવા લિંબાયત ઝોનમાં પાલિકાના ચાર ઝોનની સફાઈની ટીમ કામગીરી માટે ઉતારી છે. જેમાં પાણી ઓસર્યા બાદ સફાઈ (સ્ક્રેપિંગ બ્રશિંગ) કરાવી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જે માટે લિંબાયત ઝોનમાં લિંબાયતની ટીમની સાથે સાથે અન્ય ચાર ઝોનની ટીમને પણ સફાઈ માટે મોકલાઈ હતી. જેમાં અઠવા, રાંદેર, ઉધના, વરાછા ઝોન-બી ની આરોગ્યની ટીમના કુલ 150 લોકોને અહીં સફાઈ કામગીરીમાં જોડાયા છે. 

પાલિકાના આરોગ્ય વિભાગે ચાર દિવસમાં એક લાખથી વધુ ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ કર્યું 

સુરતમાં પૂરના પાણી ઓસરવા પહેલાં પાલિકાએ આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરી હતી. પાણીનો ભરાવો થયો હતો તે વિસ્તારમા હોડી મારફતે આરોગ્યની ટીમ મોકલવામાં આવી હતી. પૂર દરમિયાન અને પૂર બાદ પાલિકાના મેડિકલ રેપીડ રીસ્પોન્સ ટીમ મારફત આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં   સર્વેલન્સ વર્કર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વસ્તીનો સર્વે કરી છેલ્લા 4 દિવસમાં કુલ 1,12,260 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ અસરગ્રસ્ત વિસ્તારમાં પાલિકાએ સફાઈની કામગીરી કરી છે.

સેન્ટ્રલ ઝોનના કાદરશાની નાળ, મુસીબત પુરા, વરાછા ઝોનના શુભમ ઇન્ડસ્ટ્રીઝ હળપતિવાસ, સારોલી સરથાણા ઝોનના વીટી નગરથી મેઘમલ્હાર ખાડી, વ્રજ ચોકથી ભગવાન નગર, કતારગામ ઝોનના પાંચ પીરની દર્ગા, ઉધના ઝોન-એ ના સંજય નગર, મફત નગર ઉધના ઝોન-બી ના અંબિકાનગર સચિન, પુષ્પા નગર તલંગપુર, રાંદેર ઝોનના પાલનપુર ગામ, અઠવા ઝોનના આઝાદ નગર, આંબેડકર નગર, લિંબાયત ઝોનમાં પરવત ગામ, ગીતાનગર, શાંતિ કુંજ સોસાયટી, વિધાતા ટાઉન શીપ, ગોકુલ નગર, સુમન સંગીત રોડ, ગણેશ નગર, ડિમ્પલ નગર, રણછોડનગર, માધવબાગ, નંદનવન રો હાઉસ, વૃંદાવન સોસાયટી, ઋષિ વિહાર એપાર્ટમેન્ટ, મીડલ રીંગ રોડ, ભવાની ઈન્ડસ્ટ્રી રોડ, ઉમરવાડા, સંજયનગર (નવા કમેલા), રાજીવનગર, આનંદનગર, આશાનગર, સલીમનગર, જવાહરનગર, નહેરુનગર, આંજણા ડુંભાલ, ઓમ નગર, ઉમા ઈન્ડસ્ટ્રી,  મીઠીખાડી, રતનજી નગર, ક્રાંતિ નગર, બેઠી કોલોની, સ્લમ બોર્ડ વગેરે નીચાણવાળા વિસ્તારોમાં સફાઈની કામગીરી કરવામાં આવી છે.