Get The App

વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા

હેલ્થમાં 35ની સામે 25 જગ્યા ખાલી,મેલેરિયામાં માત્ર 2 જ કર્મચારી..સહકાર વિભાગમાં માત્ર એક જ કર્મચારી

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા 1 - image

વડોદરાઃ સરકારી નોકરીઓ માટે સેંકડોની સંખ્યામાં લોકો અરજીઓ કરી રહ્યા છે તેવા સમયે અનેક કચેરીઓમાં ભરતીના અભાવે વહીવટીતંત્ર પર અસર પડી રહી છે.વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ આવી જ સ્થિતિ જોવાઇ રહી છે.

વડોદરા જિલ્લા પંચાયતની રાજમહેલ રોડ સ્થિત કચેરીમાંથી વડોદરા જિલ્લાનો વહીવટ કરવામાં આવતો હોય છે.જેમાં આરોગ્ય,બાંધકામ,શિક્ષણ,ખેતીજેવા જુદા જુદા વિભાગો દ્વારા સરકારી યોજનાઓ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે.

પરંતુ જિલ્લા પંચાયતમાં જ અનેક વિભાગોમાં સૂનકાર જોવા મળી રહ્યો છે.જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ માંગેલી સત્તાવાર માહિતી જોતાં જિલ્લા પંચાયતમાં કુલ ૧૬ વિભાગોમાં ૨૩૫ જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે.પરંતુ તેમાં માત્ર ૯૭ જગ્યા જ ભરાયેલી છે.બાકીની ૧૩૭ જગ્યા એટલે કે ૫૮ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે.સૌથી વધુ વિકટ સ્થિતિ આરોગ્ય વિભાગની છે.જેમાં ૩૫ જગ્યા સામે ૨૫ જગ્યા ખાલી છે.

આવી જ રીતે વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં પણ કુલ ૬૧૩ જગ્યા મંજૂર થયેલી છે.પરંતુ તેમાં હજી ૧૬૦ જગ્યા એટલે કે ૨૬ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.ેજિલ્લા પંચાયત દ્વારા એવો લૂલો બચાવ કરાયો છે કે,સરકાર દ્વારા ભરતીની પ્રક્રિયા સમયાંતરે કરવામાં આવી રહી છે.જેથી વિપક્ષ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.

વડોદરા જિ.પંચાયતમાં ક્યા વિભાગમાં કેટલી જગ્યા ખાલી

વિભાગનું નામ        મંજૂર જગ્યા     ખાલી

આરોગ્ય                    ૩૯        ૨૫

સિંચાઇ            ૨૮         ૧૭

મેલેરિયા                   ૧૮                ૧૬

ખેતીવાડી                   ૧૯               ૧૨

બાંધકામ                 ૨૨               ૧૧

મહેસૂલ           ૨૨               ૧૧

પંચાયત           ૧૩         

હિસાબી                   ૧૬                 ૮

પશુપાલન             ૯                 ૬

વિકાસ             ૯            ૫

આઇસીડીએસ             ૮                 ૪

સમાજ કલ્યાણ             ૭                 ૪

આંકડા             ૯                 ૩

આયુર્વેદ                      ૪         ૨

સહકાર             ૩                 ૨

શિક્ષણ             ૯                 ૨

કુલ                  ૨૩૫           ૧૩૭

વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં કેટલી જગ્યા ખાલી

તાલુકો મંજૂર જગ્યા         ખાલી

કરજણ    ૯૯          ૩૦

પાદરા    ૧૦૦          ૨૮

વડોદરા      ૯૩         ૨૫

વાઘોડિયા    ૮૦         ૨૨

ડેસર     ૪૫        ૧૭

ડભોઇ   ૭૬               ૧૬

શિનોર     ૫૫       ૧૩

સાવલી    ૬૫        ૯

કુલ          ૬૧૩           ૧૬૦

જિ.પં.ના પ્રમુખના નેજા હેઠળની અપીલ સમિતિની મીટિંગ એક વર્ષથી મળી નથી

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખના વડપણ હેઠળ અપીલ સમિતિની રચના કરવામાં આવતી હોય છે.જેમાં ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોના ઠરાવોની સામે અપીલ થઇ શકે છે.આ ઉપરાંત આકારણી, બાંધકામની પરવાનગી જેવા વિવાદ તેમાં આવતા હોય છે.સામાન્ય રીતે દર ત્રણ મહિને એકાદ વાર અપીલ સમિતિની મીટિંગ બોલાવાની પ્રથા છે.પરંતુ વડોદરા જિ.પંચાયતમાં છેલ્લા એક વર્ષથી અપીલ સમિતિની મીટિંગ જ મળી નથી.વિરોધ પક્ષના નેતાએ માહિતી માંગતા હવે મીટિંગ બોલાવવા ચક્રો ગતિમાન થયા છે.

Tags :