- સિટમાં ૫૧ અને જીલ્લામાં ૭ કેસ : એકટીવ કેસ વધીને ૩૭૦ થયા
સુરત :
સુરતમાં શનિવારે સિટીમાં કોરોનામાં ૫૧ અને જીલ્લામાં ૭ મળી નવા ૫૮ દર્દી સંક્રમિત થયા છે. જયારે સિટીમાં ૩૦ અને જીલ્લામાં ૧૩ મળી ૪૩ દર્દીઆનેે ડિસ્ચાર્જ મળ્યો હતો.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં શનિવારે કોરોનામાં વધુ૫૧ કેસ નોધાયો છે.જેમાં સૌથી વધુ રાંદેરમાં ૧૬, લિંબાયતમાં ૪,અઠવામાં ૮, સેન્ટ્રલમાં ૧,વરાછા એમાં૩,વરાછા બીમાં ૧૨,કતારગામમાં ૪, ઉધના એમાં ૨ અને ઉધના બી ઝોનમાં ૨ દર્દી સંક્રમિત થયા છે. જેમાં આસીસ્ટન્ટ પ્રોફેસર, બે વિધાર્થી, બિઝનેશ કરનાર સહિતના સમાવેશ થાય છે. જયારે સિટીમાં ૩૦ દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ ૩૦૨ એકટીવ કેસ પૈકી૫ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે સુરત જીલ્લામાં નવા ૭ દર્દી સંપડાયા છે. જયારે ૧૩ દર્દીઓને રજા આપી છે. જોકે જીલ્લામાં કુલ ૬૮ એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ ૩૭૦ થયા છે.


