યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં 5769 વિદ્યાર્થીઓ 54 પીજી પ્રવેશ પરીક્ષા આપશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના પીજી કોર્સમાં પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ આપવામાં આવે છે.તા.૧૦ થી ૧૪ જૂન દરમિયાન વિવિધ ફેકલ્ટીઓમાં ૫૭ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
જાણવા મળતી વિગતો પ્રમાણે વિવિધ ફેકલ્ટીઓમાં ૫૭૬૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવા માટે ફી ભરી છે.પ્રવેશ પરીક્ષા માટે સૌથી વધારે ૧૬૦૧ વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં નોંધાયા છે.સાયન્સ ફેકલ્ટી દ્વારા વિવિધ વિભાગોમાં એમએસસીમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવે છે.
આ ઉપરાંત આર્ટસ, હોમસાયન્સ, ફાઈન આર્ટસ, જર્નાલિઝમ, લો, મેનેજમેન્ટ, મેડિસિન, પરફોર્મિંગ આર્ટસ, સોશ્યલ વર્ક ફેકલ્ટી પણ કેટલાક કોર્સમાં પ્રવેશ પરીક્ષાના આધારે એડમિશન આપે છે.પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવા માટે જીકાસ પોર્ટલ પર તારીખ લંબાવીને ૧૦ જૂન કરવામાં આવી છે.જોકે યુનિવર્સિટી સત્તાધીશોએ પરીક્ષાઓની તૈયારીઓ થઈ ગઈ હોવાથી હવે તારીખોમાં ફેરફાર કરવા માટે ઈનકાર કરી દીધો છે.પીજી પ્રવેશ પરીક્ષાઓ માટે વિદ્યાર્થી દીઠ ૭૦૦ રુપિયા ફી વસુલવામાં આવી છે.જેના પગલે યુનિવર્સિટીને લગભગ ૪૦ લાખ રુપિયાની આવક પણ થઈ છે.
કઈ ફેકલ્ટીમાં કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા
આર્ટસ ૨૯૩
હોમસાયન્સ ૧૫૦
ફાઈન આર્ટસ ૫૧૦
જર્નાલિઝમ ૩૭
લો ૯૯૦
મેનેજમેન્ટ ૬૯
મેડિસિન ૩૯૫
પરફોર્મિંગ આર્ટસ ૭૭
સાયન્સ ૧૬૦૧
સોશ્યલ વર્ક ૧૫૩૧
ટેકનોલોજી ૧૬૧