Gujarat

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે

By GS TEAM
21 Mar 20261 min read
એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે

અમદાવાદ,શનિવાર,21 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક વર્ષમાં ૫૬૧ ઈલેકટ્રિક બસનો ઓર્ડર આપવામા આવ્યો છે.જેમાં એ.એમ.ટી.એસ.માટે ૩૧૧ અને બી.આર.ટી.એસ.માટે ૨૫૦ બસનો સમાવેશ થાય છે.પી.એમ. ઈ-ડ્રાઈવ કાર્યક્રમ અંતર્ગત એક હજાર ઈલેકટ્રિક બસનો ઓર્ડર આપવામાં આવ્યો છે. વર્ષ-૨૦૨૭ સુધીમાં શહેરના વિવિધ રસ્તાઓ ઉપર ૧૯૬૦ ઈલેકટ્રિક બસ દોડતી થઈ જશે. કોમનવેલ્થ ગેમ્સ સુધીમાં એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.મળીને કુલ ૨૭૦૦ ઈલેકટ્રિક બસનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે.

કોર્પોરેશન દ્વારા આ ઉપરાંત ૬૬૦ ઈલેકટ્રિક બસો માટે ટેન્ડર પ્રક્રીયા કરવામા આવી છે.તેમજ વધુ ૩૦૦ ઈલેકટ્રિક બસો માટે ટેન્ડર બહાર પાડવાની તૈયારી થઈ રહી છે.હાલમાં શહેરમાં ૪૦૦ સી.એન.જી.એ.સી.બસ કાર્યરત છે. આ તમામ બસોને કાર્યરત રાખીને શહેરમાં કુલ ૩૧૦૦ બસોની ગ્રીન મોબિલિટી ફલીટ ઉભી થશે.આ વર્ષથી જ એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.માં તબકકાવાર ઈ-બસોનો સપ્લાય અને ઓપરેશન શરુ કરી દેવામા આવશે.અંદાજ મુજબ વર્ષ-૨૦૩૦ સુધીમાં શહેરમાં ત્રણ હજાર જેટલી ઈલેકટ્રિક બસ કાર્યરત થવાથી દૈનિક આશરે ૩૦૦ ટન અને વાર્ષિક ૧.૧૦ લાખ ટન ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમા ઘટાડો થશે.ડીઝલના વપરાશમાં ઘટાડો થવાની સાથે શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થઈ શકશે.હાલમાં બી.આર.ટી.એસ.માં ૨૦૦ તથા એ.એમ.ટી.એસ.માં ચાર ડબલ ડેકર મળી કુલ ૨૦૪ ઈલેકટ્રિક બસ છે.