વડોદરામાં ચોમાસામાં પડેલા ખાડાઓ પૈકી અત્યાર સુધીમાં નાના-મોટા 5529 ખાડા પૂરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે મુખ્ય રસ્તાઓ અને આંતરિક માર્ગો બિસ્માર બનતા ખાડા પડ્યા હોવાથી કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રીપેરીંગ કામ ચાલુ કરાયું છે. અત્યાર સુધીમાં નાના-મોટા 5529 ખાડા પૂરવામાં આવ્યા છે.
ઉત્ત૨ ઝોનમાં 1306, પૂર્વ ઝોનમાં 1729, પશ્ચિમ ઝોનમાં 1515 અને દક્ષિણ ઝોનમાં ખાડા પૂરવામાં આવેલ છે. જે માટે કુલ 19255 મે.ટન ડામરનું હોટ મિક્ષ અને 2140 મે.ટન વેટ મિક્ષ મટીરીયલ ઉપયોગમાં લેવાયું છે. આ રીતે કુલ 38.42 કિ.મી. ૨સ્તાનું રીપેરીંગ ક૨વામાં આવ્યું છે. આમ, કોર્પોરેશનને અત્યાર સુધીમાં આ કામગીરી પાછળ આશરે 7 કરોડનો ખર્ચ થયો છે, એટલે કે એક ખાડા પુરાણ પાછળ 13000 વપરાયા છે. હાલના હોટ મિક્સ મટીરીયલનો દર મેટ્રિક ટનનો ભાવ 3800 છે. એક ખાડા પાછળ અંદાજે 3.5 મેટ્રિક ટન માલ વપરાયો છે કહી શકાય. એન્જિનિયરોનું કહેવું છે કે ચોમાસામાં ખાડાનું પુરાણ કર્યા બાદ ફરી પાછું એ જ જગ્યાએ ખાડા જોવા મળે છે. આ સમસ્યા દરેક સ્થળે સામાન્ય છે. કેમકે ચોમાસાના દિવસોમાં ખુલ્લા દિવસો ઓછા મળતા હોય છે. ખાડામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે એટલે ડામર કામ કરવામાં આવે તો ભેજને લીધે મટીરીયલ બરાબર જામતું નથી, પરંતુ કામ ચલાઉ ધોરણે મોટરેબલ રોડ કરવા ખાડામાં ભેજ હોવા છતાં પણ પુરાણ કરવું પડે છે. દરમિયાન ફરી વરસાદ પડતા એ જ સ્થળેથી ડામરનો માલ ઉખડી જાય છે.









