કોરોનાના કારણે વડોદરામા ફતેપુરા રાણાવાસની 55 વર્ષની મહિલાનું મોત, મૃત્યુઆંક 9 થયો
- સોમવારે સવારે 12 વાગ્યા સુધીમાં વધુ 7 પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ પોઝિટિવ કેસ 184
વડોદરા તા. 20 એપ્રિલ 2020, સોમવાર
વડોદરામા આજે નાગરવાડાના વધુ છ અને ગાજરાવાડીની એક મહિલા સહિત કોરોનાના સાત પોઝિટિવ કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત આજે બે કોરોના પોઝિટિવ મહિલા દર્દીનું મોત થયું હતું. તે સાથે જ વડોદરામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 184 પર પહોંચી છે જ્યારે મોતનો કુલ આંક 9નો થયો છે.
ફતેપુરા રાણાવાસમાં રહેતા 55 વર્ષના મહિલા ગીતાબેન અમૃતભાઈ રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બે દિવસ પહેલા તેમને એસ એસ જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દરમિયાન રવિવારે મોડી રાત્રે 1.30 વાગ્યે તેમનું મોત થયું હતું. અન્ય કેસમાં એસએસજીમાં હોસ્પિટલમાં લીલાબેન શ્યામભાઇ કહાર (60, નાગરવાડાના)નું મોત નીપજ્યુ છે.