Gujarat
વડોદરા જિલ્લાના ૭૭ રસ્તાઓ ઉપર ૫૪૨ ખાડાથી હાલત બદતર
By GS TEAM
8 Jul 20251 min read

વડોદરા, તા.8 ભારે વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે વડોદરા શહેર અને જિલ્લા માર્ગ મકાન વિભાગની હદના ૭૭ રસ્તાઓ ઉપર ૫૪૨ ખાડાઓ પડયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
શહેર અને જિલ્લા વિસ્તાર હસ્તક કુલ ૧૦૩૩ કિલોમીટરના રસ્તાઓ છે. ૨૧ કિ.મી. રસ્તા પર મોટા અને ૧૬ કિ.મી. રસ્તાઓ પર નાના ખાડાઓ પડી ગયા છે. આ રસ્તાઓ પર હાલ પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પૈકી ૧૯ કિમી મેજર અને ૧૨ કિમી રોડ પર ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ ૫૪૨ ખાડાઓ પૈકી ૧૯ ખાડાઓ કોન્ક્રિટ, ૯ પેવરબ્લોક, ૩૬૬ મેટલ અને ૧૪૮ કોલ્ડ મિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા છે. હજી પણ ૯૧ ખાડાઓ પૂરવાનું કામ બાકી છે.








