Gujarat

લીંબડી-ધંધુકા હાઇવે પર રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદે 54 એલપીજી સિલિન્ડર ઝડપાયા

By GS TEAM
27 Nov 20251 min read
લીંબડી-ધંધુકા હાઇવે પર રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદે 54 એલપીજી સિલિન્ડર ઝડપાયા

રેસ્ટોરન્ટમાં લાઇસન્સ કે ફાયર સેફ્ટીની મંજૂરી વિના સંગ્રહ

'શ્રી રામ રેસ્ટોરન્ટ'માંથી પુરવઠા વિભાગે સિલિન્ડર સહિત રૃ.૭.૧૬ લાખનો મુદામાલ સીઝ કયો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સ્થળો પર એલપીજી સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહની ફરિયાદોના આધારે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લીંબડી-ધંધુકા હાઇવે પર 'શ્રી રામ રેસ્ટોરન્ટ'માંથી ૫૪ સિલિન્ડર અને વાહન સહિત રૃ. ૭.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે લીંબડી-ધંધુકા હાઇવે પર આવેલી 'શ્રી રામ રેસ્ટોરન્ટ'માં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં ગો ગેસના સંચલક કિશનભાઈ દશરથભાઇ પાડલીયા અને અર્થ ગેસના સંચાલક દશરથભાઈ પાડલીયા દ્વારા અનઅધિકૃત રીતે ૫૪ કોમશયલ એલપીજી સિલિન્ડર (૧૬ ભરેલા, ૩૮ ખાલી)નો સંગ્રહ અને વેચાણ થતું હોવાનું જણાયું હતું.

સંચાલકો પાસે એલપીજી જથ્થાના સંગ્રહ કે વેચાણ માટેનું કોઈ લાઇસન્સ, પેસો કે ફાયર સેફ્ટીની મંજૂરી નહોતી. લોકોના જીવ જોખમાય તે રીતે ગેરકાયદેસર સંગ્રહ થતો હોવાથી ટીમે કુલ ૫૪ સિલિન્ડર (કિંમત રૃ. ૧.૪૧ લાખ) અને એક પીકઅપ વાહન (કિંમત રૃ. ૫.૭૫ લાખ) મળી કુલ રૃ. ૭.૧૬ લાખનો મુદામાલ સીઝ કરી કાયદેની કાર્યવાહી હાથ ધરી છે.