Get The App

શિક્ષણ સમિતિની સ્કૂલોના 53 વિદ્યાર્થીઓને નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ મળશે

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
શિક્ષણ સમિતિની સ્કૂલોના 53 વિદ્યાર્થીઓને નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ મળશે 1 - image

વડોદરાઃ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપની પરીક્ષા આપનારા  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની  સ્કૂલોના ૫૩ વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે.આ વિદ્યાર્થીઓ જો ધો.૯ થી ૧૨ સુધી ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરશે તો દરેક વિદ્યાર્થીને ધો.૧૨નો અભ્યાસ પૂરો નહીં થાય ત્યાં સુધી દર મહિને ૧૦૦૦ રુપિયા સ્કોલરશિપ મળશે.

મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં લેવાયેલી આ પરીક્ષામાં શિક્ષણ સમિતિની સ્કૂલોના ધો.૮માં અભ્યાસ કરનારા ૧૪૩૫ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.આ પૈકી ૪૫૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે પરંતુ મેરિટમાં ૫૩ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે.મતલબ કે આ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મેળવવા માટે ક્વોલિફાય થયા છે.આ પૈકી માંજલપુરની ડો.સી વી રામન પ્રાથમિક સ્કૂલની કૃપાલી રતિલાલ મકવાણા ૧૩૮ માર્કસ સાથે મોખરે છે.જ્યારે શહેરની પ્રાથમિક સ્કૂલનો દિશાંત વિજય ઓડ ૧૩૫ માર્કસ સાથે બીજા અને બાબાજીપુરા પ્રાથમિક સ્કૂલની માવી કિરીના નિલેશ ભારી ઍ૩૪ માર્કસ સાથે ત્રીજા નંબરે છે.

ગત વર્ષે પણ શિક્ષણ સમિતિની સ્કૂલોના ૫૧ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી હતી.શિક્ષણ સમિતિના સૂત્રોના કહેવા પ્રમાણે આ સ્કોલરશિપ પરીક્ષા માટે દરેક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ક્લાસમાં તૈયાર કરાવાય છે.જેથી તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે.આ વર્ષે દરેક સ્કૂલના પાંચ થી ૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.તેના કારણે સ્કૂલોને ગુણોત્સવના ભાગરુપે થતા મૂલ્યાંકનમાં પણ ફાયદો થાય છે.


Tags :