Gujarat

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર પાંચ કલાકમાં મગફળીની પચાસ હજાર ગુણીની ઘીંગી આવક થઈ

By GS TEAM
28 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જામજોધપુર માકેટીંગ ચાર્ડમાં ગઈકાલે એક જ દિવસમાં લગભગ પાંચ કલાક જેટલા સમયગાળા દરમિયાન મગફળીની 50 હજાર ગુણીની ધીંગી આવક થઈ હતી.જામજોધપુર યાર્ડમાં મગફળીના ભાવ 1380 જેટલા ઉંચા ભાવ સાથે ધીંગી આવક થઈ હોવાનું સુત્રોએ જણાવ્યુ છે

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર પાંચ કલાકમાં મગફળીની પચાસ હજાર ગુણીની ઘીંગી આવક થઈ

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર માકેટીંગ ચાર્ડમાં ગઈકાલે એક જ દિવસમાં લગભગ પાંચ કલાક જેટલા સમયગાળા દરમિયાન મગફળીની 50 હજાર ગુણીની ધીંગી આવક થઈ હતી.જામજોધપુર યાર્ડમાં મગફળીના ભાવ 1380 જેટલા ઉંચા ભાવ સાથે ધીંગી આવક થઈ હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.

યાર્ડમાં મગફળીની ધીંગી આવકના પગલે યાર્ડ સત્તાવાળાઓને નવી આવક પણ બંધ કરવાની એક તબકકે ફરજ પડી હતી. અને યાર્ડમાં ફેર ઠેર મગફળીના ઢગલા ખડકાયા હતા જે તમામ થાળે પડયા બાદ નવી આવક ચાલુ કરી દેવાશે તેવું યાર્ડના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં મોટી સંખ્યામાં આવતા ખેડૂતોને કોઈ અગવડતા ન પડે, માટે યાર્ડ સત્તાવાળાઓ દ્વારા વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે. મગફળીના સારા ભાવ સહિતના કારણોસર મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ ના વેચાણ અર્થે ઉમટયા હતા. ધીંગી આવકના પગલે મગફળીની નવી આવક બંધ હાલ કરાઈ હતી. સોમવાર સુધી નવી આવક બંધ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. જોકે,મગફળીનો હયાત જથ્થો યોગ્ય રીતે થાળે પડયા બાદ તુરંત જ આવક ચાલુ કરાશે એવું પણ જાણવા મળ્યું છે.