Get The App

મંદીમાં મારથી અમરેલીમાં હીરાનાં 500 કારખાના બંધ: 47 હજાર રોજગારી સામે સવાલ, યુવાનો ખેતી તરફ વળ્યા

Updated: Dec 9th, 2024

GS TEAM

Google News
Google News
મંદીમાં મારથી અમરેલીમાં હીરાનાં 500 કારખાના બંધ: 47 હજાર રોજગારી સામે સવાલ, યુવાનો ખેતી તરફ વળ્યા 1 - image

Diamond Factories Closed In Amreli: હીરાઉદ્યોગ માટે હબ ગણાતો અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લો છેલ્લા દોઢ વર્ષથી મંદીના સકંજામાં સપડાઈ ગયો છે.  ગત દિવાળીના તહેવારો બાદ અનેક કારખાનાઓ ટપોટપ બંધ થવા લાગ્યા છે. લાઠી, અમરેલી, બાબરા, બગસરા, સાવરકુંડલા સહિતના તાલુકા મથકો પર આવેલ હીરાના 500 જેટલા   કારખાનાઆએ અગાઉ કામના કલાકો ઘટાડી નાંખ્યા બાદ કારખાનાઓેને તાળા લાગી ગયા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કારીગરા બેરોજગારીના સકંજામાં ફસાઈ ગયા છે. આ વખતની મંદી 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી ગણાવવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લામાં હીરાનાં કારખાનાને તાળા

અમરેલી જિલ્લામાં દિવાળીમાં વેકેશન પડ્યા બાદથી હીરાના કારખાનાઓમાં કામ કરતા કારખાનેદારો મંદીના મારને કારણે જીવન નિર્વાહ કરવા માટે જજુમી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી મંદી જોવા મળી રહી છે, પરંતુ દિવાળી બાદ કેટલાક મોટા કારખાનેદારોએ ધંધો બંધ કરી દેતા રત્નકલાકારો મુશ્કેલના સકંજામાં ફસાઈ ગયા છે. 

47000 કારીગરો સામે રોજગારીનો સવાલ ઊભો થયો

અમરેલી જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, સાવરકુંડલા, ધારી, લીલીયા, બગસરા સહિતના શહેરોમાં મોટા પ્રમાણમાં હીરાના કારખાનાઓ છે. અહીના લોકો ખેતી બાદ સૌથી વધુ લોકો હીરા ઉદ્યોગ પર નભે છે. હાલ 960 જેટલા કારખાનો અમરેલી જિલ્લામાં કાર્યકરત હતા અને 47,000  કારીગરો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. પરંતુ હાલ હીરાના કારખાનાઓમાં મંદીના કારણે રત્ન કલાકારો મંદીનો માર સહન કરી રહ્યા છે. જિલ્લામાં હાલ 50 ટકા કારખાનાઓ બંધ થઇ ચુક્યા છે.

આ પણ વાંચો: માળિયા હાટી નજીક બે કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓ સહિત 7ના મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે


રત્નકલાકરોને ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ

હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદીના કારણે વર્ષોથી ધમધમી રહેલ મોટી પેઢીઓ પણ બંધ કરવાનો વારો આવ્યો છે. તો કેટલાક હીરાના કારખાનાઓ 12-12 કલાકો સુધી ચાલતા હતા તે માત્ર કેટલીક જગ્યાઓ પર હવે 6 જ કલાક ચાલી રહ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર કારીગરોને પહેલાની સરખામણીમાં ઓછા હીરાઓ આપવામાં આવી રહ્યા છે, જેથી જે રત્નકલાકારો 25-30 હજારનું કામ કરી રહ્યા હતા તે ઘટીને 8-12 હાજર જ થઇ રહ્યું છે. જેથી રત્નકલાકરોને ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. 

હાલ લાઠી શહેરમાં ભાવનગરની હીરાની મોટી પેઢી કે જ્યાં હજારો કારીગીરો કામ કરતા હતા તે કારખાનું બંધ થવાને કારણે કારીગરો બેરોજગાર બન્યા છે. શહેરમાં હીરા ઉદ્યોગોમાં મંદી જોવા મળી રહી છે. આમ તો છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા હીરા ઉદ્યોગ એસોશિએશનના પ્રમુખ લલિત ઠુમ્મરે જણાવ્યું હતું કે,હીરા ઉધોગમાં 50 વર્ષમાં ન હોય તેવી મંદી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી મંદી ચાલી રહી છે હાલ રત્નકલાકારોની રોજી રોટી છીનવાઈ રહી છે.

મંદીમાં મારથી અમરેલીમાં હીરાનાં 500 કારખાના બંધ: 47 હજાર રોજગારી સામે સવાલ, યુવાનો ખેતી તરફ વળ્યા 2 - image