Gujarat

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક 'હિટ એન્ડ રન' ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના અજ્ઞાત પુરુષનો ભોગ લેવાયો

By GS TEAM
10 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર-રાજકોટ હાઇવે રોડ ગઈકાલે ફરીથી એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના એક અજ્ઞાત બુઝુર્ગનો ભોગ લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક 'હિટ એન્ડ રન' ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના અજ્ઞાત પુરુષનો ભોગ લેવાયો

Jamnagar Accident : જામનગર-રાજકોટ હાઇવે રોડ ગઈકાલે ફરીથી એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના એક અજ્ઞાત બુઝુર્ગનો ભોગ લેવાયો છે.

 જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રામપર ગામના પાટિયા પાસે ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ફોરવીલના ચાલકે પુરઝડપે આવી ત્યાંથી પસાર થઈ રહેલા આશરે 50 વર્ષની વયના કોઈ અજાણ્યા વ્યક્તિને હડફેટમાં લઈ લેતાં માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી.

 જે ઈજાગ્રસ્ત અજાણ્યા પુરુષને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

 આ બનાવ અંગે રામપર ગામના ખેડૂત રાહુલ પોલાભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એમ.એન.શેખ અને તેઓની ટીમેં બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી.હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકની પણ શોધખોળ હાથ ધરી છે.