Gujarat

MSUમાં આર્ટસ ફેકલ્ટીની 2000 બેઠકો સામે 955 જ બેઠકો ભરાઈ

By GS TEAM
19 Jun 20252 mins read
MSUમાં આર્ટસ ફેકલ્ટીની 2000 બેઠકો સામે 955 જ બેઠકો ભરાઈ

વડોદરાઃ જીકાસ પોર્ટલ હેઠળ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ધો.૧૨ પછી પ્રવેશ કાર્યવાહીનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે.જેમાં  એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની એફવાયબીકોમની તમામ બેઠકો ભરાઈ ગઈ છે ત્યારે આર્ટસ ફેકલ્ટીની ૫૦ ટકા બેઠકો ખાલી રહી છે.

મળતી જાણકારી પ્રમાણે આર્ટસ ફેકલ્ટીમાં બીએની ૨૦૦૦ બેઠકો પૈકી ૯૯૪ બેઠકો જ હજી ભરાઈ છે.બીજા તબક્કાના પ્રવેશ માટે ૮૧૧ વિદ્યાર્થીઓએ આર્ટસ ફેકલ્ટીમાં ફોર્મ ભર્યા છે.જોકે બીજા તબક્કામાં પ્રવેશ આપવાની  કાર્યવાહી બાકી છે.

સૂત્રોનું કહેવું છે કે, સૌથી વધારે બેઠકો જર્મન, ફ્રેન્ચ, મરાઠી, રશિયન અને પર્શિયન ભાષા શીખવાડતા વિભાગોની ખાલી રહી છે.ઈકોનોમિક્સ, અંગ્રેજી, ગુજરાતી વિભાગમાં લગભગ ૫૦ ટકા બેઠકો ખાલી છે.હિન્દી વિભાગની તો ૩૦ ટકા બેઠકો પણ ભરાઈ નથી. જર્મન, મરાઠી વિભાગમાં તો માત્ર ૧-૧ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો ેછે.

આર્ટસમાં સૌથી વધારે ધસારો સાયકોલોજી માટે રહેતો હોય છે.આ વિભાગની પણ ૧૦૦માંથી ૧૯ બેઠકો હજી ખાલી છે.જોકે આ બેઠકો બીજા તબક્કામાં  ભરાઈ જાય તેવી શક્યતા વધારે છે.

એડમિશન કામગીરી સાથે સંકળાયેલા અધ્યાપકોનું કહેવું છે કે, જીકાસ પોર્ટલના કારણે પહેલા તબક્કામાં  પ્રવેશ લેનારાની સંખ્યા ઘટી છે.હજી પણ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ પોર્ટલ પર ચોઈઝ ફિલિંગ કરવામાં મૂંઝવણ અનુભવે છે.આવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ઓફલાઈન અને ઓન ધ સ્પોટ પ્રવેશ માટે છૂટ આપવી જોઈએ.તેની જગ્યાએ જીકાસ દ્વારા ઓફલાઈન પ્રવેશ પર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

આર્ટસમાં દરેક વિભાગમાં પ્રવેશની સ્થિતિ 

કોર્સ કુલ બેઠકો કેટલી ભરાઈ 

ડિસેફન્સ સ્ટડીઝ ૬૦ ૨૦

આર્કિઓલોજી ૩૦

ઈકોનોમિક્સ ૨૬૦ ૧૫૪

હિન્દુ સ્ટડીઝ ૩૦

અંગ્રેજી ૨૬૦ ૧૫૬

ફ્રેન્ચ ૩૦

જર્મન ૩૦

ગુજરાતી ૨૬૦ ૧૪૫

હિન્દી ૨૬૦ ૮૦

હિસ્ટ્રી ૧૩૦ ૮૯

મરાઠી ૩૦

પર્શિયન ૩૦

ફિલોસોફી ૬૦ ૧૮

પોલિટિકલ સાયન્સ ૧૩૦ ૯૩

સાયકોલોજી ૧૦૦ ૮૧

રશિયન ૫૦

સંસ્કૃત ૬૦

સોશ્યોલોજી ૬૦ ૩૭