પોલીસ જવાનો માટે ખાસ મતદાન કેમ્પમાં પ્રથમ દિવસે 50 ટકા મતદાન

Updated: Nov 23rd, 2022


- સુરતની 16 પૈકી 14 બેઠકોની મતદાર યાદીમાં નામ ધરાવતા પોલીસ સ્ટાફ માટે તા. 23, 24 નવેમ્બરે મતદાન વ્યવસ્થા

        સુરત

આગામી ૧ લી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઇ તે પહેલા જ આજે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં ફરજ બજાવનારા પોલીસ જવાનો માટે ખાસ વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઇ હતી. બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરાતા પોલીસ જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળતા પ્રથમ દિવસે જ ૫૦ ટકા મતદાન થયુ હતુ. આમ પોલીસ જવાનોએ ચૂંટણી પહેલા જ મતદાન કર્યુ હતુ.

વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. કર્મચારીઓને બેલેટ પેપર આપ્યા બાદ જે તે વિધાનસભામાં જયાં ફરજ બજાવવાના હોય તે અધિકારી સમક્ષ બેલેટ પેપરમાં મતદાન કરીને જમા કરાવી દેતા હોય છે. જયારે પોલીસ જવાનોએ માંટે ચૂંટણી પંચ દ્વારા સ્પેશયલ પોલીંગ ફેસીલીટી હેઠળ તા. ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરાઇ છે.

બેલેટ પેપરના નોડલ ઓફિસર જી.એમ. બોરડેએ જણાવ્યુ હતુ કે  આજે અઠવાલાઇન્સ તાલીમ ભવન ખાતે એક હોલમાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા પૈકી ૧૪ વિધાનસભાની મતદાર યાદીમાં નામ ધરાવનારા પોલીસ જવાનો માટે ૧૪ મતદાન મથકો ઉભા કરીને મતદાન કરવાની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશન, પોલીસ હેડ કર્વાટરના કર્મચારી અને અધિકારીઓએ મતદાન કર્યુ હતુ. મતદાન બાદ આઠમી ડિસેમ્બરના રોજ જયારે મતગણતરી થશે ત્યારે પ્રથમ આ મતદાનની ગણતરી થશે.

ખાસ મતદાનમાં 'પોતે જ મત આપ્યો છે' તેવુ બાંહેધરી પત્ર આપવુ પડે છે

બેલેટ પેપરથી મતદાન માટે સૌ પ્રથમ તો પોલીસ જવાનોને બેલેટ પેપર આપી દેવામાં આવે છે. આ બેલેટ પેપર સાથે એક બાંહેધરીપત્રક ફોર્મ નં.૧૩ આપવામાં આવે છે. એમાં એવી બાંહેધરી આપવાની હોય છે કે આ મત પોતે જ આપ્યો છે. અને જયારે મતદાન કરે છે ત્યારે આ બાંહેધરીપત્રક અલગથી જમા કરાવે છે.  

    Sports

    RECENT NEWS