નાપા બસ સ્ટેન્ડ પાસે 50 વર્ષ જૂના 20થી વધુ દબાણોનો સફાયો
પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન
ટ્રાફિકને અડચણરૂપ તળાવ, કાંસ અને રસ્તા પરથી પાકા ચણતર, હોટેલો તોડી પડાઈ
નાપા બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં તળાવ અને કાંસ ઉપર વર્ષો જૂની હોટલો તથા બાકી દુકાનો, રોડ ઉપર બનાવી દેવાઈ હતી. જેને કારણે રોડ સાંકડા થઈ જવાથી ટ્રાફિકને અડચણ દબાણોના લીધે અગાઉ ઝઘડાઓના બનાવો પણ બન્યા હતા. ત્યારે બોરસદ પ્રાંત, માર્ગ અને મકાન વિભાગ તથા કોષ વિભાગની સંયુક્ત ટીમે આજે વહેલી સવારથી જ નાપા બસ સ્ટેન્ડ પાસે મેગા ડિમોલેશન શરૂ કરી દીધું હતું. બોરસદ ગ્રામ્યના ૨૦થી વધુ પોલીસના બંદોબસ્ત વચ્ચે બે જેસીબી- ટ્રેક્ટરની મદદથી અંદાજિત ૨૦થી વધુ પાકા ચણતર તથા હોટેલોના દબાણોને જમીન દોસ્ત કરી દેવાયા હતા. દબાણ હટાવ ઝુંબેશ વખતે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર ઉમટી પડયા હતા.
દબાણો દૂર કરવાથી રસ્તો ખૂલ્લો થઈ ગયો છે. નાપાના તળાવ તથા કાંસ ઉપર દબાણો ધીમે ધીમે કરવામાં આવ્યા હતા. પાકું ચણતર પણ કરી દેવામાં આવ્યું હતું. જે તમામ અડચણરૂપ થતા મકાનો- હોટેલો સહિતના દબાણોનો સફાયો કરી દેવાયો છે.