વડોદરાના વારસિયા વિસ્તારમાં સિનિયર સિટીઝન વેપારી ઉપર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવવામાં પોલીસે પાંચ લૂંટારાને ઝડપી પાડી ઇન્ડિયન અને વિદેશી કરન્સી મળી 25 લાખની મતા કબજે કરી છે.
વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટ કરનાર એક લૂંટારો પકડાઈ ગયો હતો
વારસિયા હરણી રિંગ રોડ પર ચતુરભાઈ પાર્કમાં રહેતા લીલા રામ રેવાણી નામના 68 વર્ષીય વેપારી તા 16મી એ રાત્રે દુકાનેથી આવી કારમાંથી નીચે ઉતરતા હતા ત્યારે ચાર જણાય તેમના પર હુમલો કરી દસ લાખની રોકડ વાળી બેગ લુટી લીધી હતી. આ વખતે વેપારીએ બૂમો પાડી પીછો કરતા અનિલ મારવાડી નામનો એક લૂંટારો પકડાઈ ગયો હતો. જ્યારે, બીજા લુટારા રિક્ષામાં બેઠેલા એક શખ્સને લૂંટની રકમ બેગ આપી ફરાર થઈ ગયા હતા.
ભારતીય અને વિદેશી કરન્સી મળી 25 લાખની મતા સાથે હિરેન પણ ઝડપાયો
ઉપરોક્ત બનાવ બાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આરોપીની પૂછપરછ કરી હતી અને સીસીટીવી ફૂટેજ ના આધારે જુદા જુદા વિસ્તારમાં વોચ રાખી ગણતરીના કલાકોમાં જ આણંદના હિરેન વસાવાને રિક્ષામાં કારેલીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પાસે જુદી જુદી વિદેશી કરન્સી તેમજ ભારતીય નોટો મળી 25 લાખની મતા મળતા પોલીસે પૂછપરછ કરીએ અને તેઓ દરમિયાન લૂંટના બનાવનો ભેદ ખુલ્યો હતો.
શના વાઘેલાએ લૂંટની ટીપ આપી હતી, સતત વોચ રાખતા હતા
લૂંટના બનાવવામાં પોલીસની તપાસ દરમિયાન શના વાઘેલા નામના એક સાગરીત નું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે વારસિયા ના શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા શના વાઘેલાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન લુટારાઓ એ શના ને લોટમાં મોટી રકમ હાથ લાગે તેવી કોઈ સારી ટીપ આપવા કહ્યું હતું. જેથી શના એ ઉપરોક્ત વેપારી વિશે માહિતી આપી તેના પર વોચ રાખી હતી.
લૂંટારાઓએ વેપારીના રૂટ અને ઘર નજીક લાંબો સમય રેકી કરી હતી
હરીશ અને શના ને દબોચી લીધા બાદ પોલીસે માસ્ટર માઈન્ડ આકાશ વીરુભાઈ દેવીપુજક (જલારામ પાર્ક,રેલ્વે સ્ટેશન પાસે, આણંદ), રવિ મુન્નાભાઈ ઠાકોર રાધિકા પાર્ક સોસાયટી રેલ્વે સ્ટેશન પાછળ આણંદ) અને અતુલ અશોકભાઈ દેવીપુજક (જલારામ પાર્ક,આણંદ) ને ઝડપી પાડ્યા હતા. તમામ પાંચે લુંટારા ઓની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.


