Get The App

650 વીઘા જમીન ખરીદીના બહાને યુકે અને વડોદરાના 5 શખ્સોની 5 કરોડથી વધુની છેતરપિંડી

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
650 વીઘા જમીન ખરીદીના બહાને યુકે અને વડોદરાના 5 શખ્સોની 5 કરોડથી વધુની છેતરપિંડી 1 - image


- આંકલાવ તાલુકાના ગંભીરા ગામની સીમમાં 

- હાથી રિવર સાઈટ રેસીડેન્સી પ્રા લિ. અને એમ.જી. રિયલટેક પ્રા લિ. વચ્ચે કરાર થયા બાદ સ્કીમ માટે નાણા લીધા પછી પરત ન કર્યા, જમીન પણ ન ખરીદી

આણંદ : આંકલાવ તાલુકાના ગંભીરા ગામની સીમમાં આવેલી ૬૫૦ વીઘા જમીન ખરીદીના બહાને લંડન, અમેરિકા અને વડોદરાના પાંચ શખ્સોએ રૂપિયા પાંચ કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હોવા અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાથી રિવર સાઈડ કંપની સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ વડોદરાના અને હાલ લંડન યુકે ખાતે રહેતા સંદીપ પટેલ હાથી રિવર સાઈડ રેસીડેન્સી પ્રા.લિ.ના ડિરેક્ટર છે. તેમની સાથે લંડનના મેરાજ આલમ પણ ડાયરેક્ટર છે અને વડોદરાના રશ્મિન પટેલ ઉર્ફે રઘુ પટેલ એમ.જી રીયલટેક પ્રા. લી. ના ડાયરેક્ટર છે. સંદીપ પટેલ અને મેરાજ આલમે આંકલાવ તાલુકાના ગંભીરા ગામની મહી નદી નજીક હાથી રિવર સાઈડ રેસીડેન્સી નામની સ્કીમ મૂકી હતી. જેમાં હાથી રિવર સાઈડ પ્રા લિ. તથા તેના ડિરેક્ટરો માટે જમીન ખરીદવાનું એગ્રીમેન્ટ હાથી રિવર સાઈડ અને એમ.જી રીયલ ટેકના રશ્મિન ઉર્ફે રઘુ પટેલ તથા સૌનેશ પટેલ વચ્ચે થયું હતું. જેમાં ૬૫૦ વીઘા જમીન ખરીદવાનું નક્કી થયું હતું અને સંદીપ પટેલે આ કામ રશ્મિન પટેલને સોપ્યું હતું. આણંદ પાસેના બાકરોલ ગામે રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામકાજ કરતા પરેશભાઈ પ્રાણલાલ ઠાકર તથા અન્યોને હાથી રિવર સાઈડ કંપની દ્વારા આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેમ જણાવી જમીન બતાવી હતી. ત્યારબાદ એકબીજા સાથે એમઓયુ કરી પરેશભાઈ ઠાકર, તેજસ મહેતા, પંકજ પટેલ અને રાજુભાઈ કરાનિયા પાસેથી પાંચ કરોડ તેમજ અન્ય બીજા રોકાણકારો પાસેથી રોકાણના બહાને લાખો રૂપિયા ઓનલાઇન તથા રોકડમાં મેળવી લીધા હતા. હાથી રિવર સાઇડ રેસીડેન્સી પ્રા લિ. કંપનીએ રશ્મિનભાઈ પટેલ તથા સોનેસ પટેલને જમીન ખરીદી કરવા માટે નાણાં ચૂકવ્યા હોવા છતાં પણ જમીન ખરીદી કરવામાં આવી નહોતી. જેથી ડાયરેક્ટર સંદીપ પટેલ તથા મેરાજ આલમ પાસે જમીન અથવા તો ચૂકવેલા નાણા પરત આપવાનું કહેતા તેઓએ નાણા પરત આપ્યા નહોતા અને જમીનની પણ ખરીદી કરી નહોતી. આમ હાથી રિવર સાઈડ રેસીડેન્સી પ્રા લિ. સહિતના પાંચેય શખ્સોએ જમીન ખરીદી નહીં હોવા છતાં જમીન ખરીદી હોવાનું જણાવી રૂપિયા પાંચ કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી હોવાનું ખુલતા પરેશભાઈ પ્રાણલાલ ઠાકરે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાથી રિવર સાઈડ કંપની સહિતના પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :