Gujarat
બોટાદના યુવાન પર 5 ઇસમનો હથિયારો વડે પ્રાણઘાતક હુમલો
By GS TEAM
15 Jul 20251 min read

- બાઈક લઈને યુવાન વાડી તરફ જતો હતો
- ગામના શખ્સ સાથે યુવાનને જમીનના કબ્જા બાબતે છેલ્લા બે વર્ષથી ઝઘડો ચાલતો હતો
ભાવનગર : બોટાદના ખસ રોડ શંકરપરા મહાદેવના મંદિર પાસે રહેતા યુવાનને આજ ગામે રહેતા ઇસમ સાથે જમીન કબ્જા બાબતે બે વર્ષથી માથાકૂટ ચાલતી હતી. આ બનાવની દાઝે પાંચ ઈસમે પ્રાણઘાતક હથિયારો વડે યુવાન પર હુમલો કરી ઈજા પહોચાડી ધમકી આપી હતી.
મૂળ રાણપુરના અળવ ગામના વતની અને બોટાદના ખસ રોડ શંકરપરા મહાદેવના મંદિર પાસે રહેતા માણશીભાઈ ભીખાભાઈ ખાચરને ભરત ભીમભાઈ ખાચર સાથે છેલ્લા બે વર્ષથી જમીન કબજા બાબતે માથાકૂટ ચાલતી હતી. જેની અદાવત રાખી જયરાજ બાબભાઇ ખાચર, રવિરાજ ભરતભાઈ ખાચર, રણજીત ગોવુભાઈ ખાચર તથા પ્રતાપ ભાબભાઈ ખાચર અને ભરત ભીમભાઈ ખાચરએ ફારસી, ધારીયા, લાકડી જેવા હથિયારો વડે પોતાની વાડી તરફ જતા માણશીભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ માણશીભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે માણશીભાઈએ પાંચ ઇસમો વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.








