Get The App

વિરમગામના ખુડદ નજીક જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામના ખુડદ નજીક જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા 1 - image


- જુગારીઓ માટે ભાદરવો પણ ભરપૂર

- પોલીસે રૂ. 51 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધ્યો

વિરમગામ : વિરમગામ તાલુકાના ખુડદ નજીક તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સને રૂ.૫૧,૬૪૦ના મુદ્દામાલ સાથે વિરમગામ ગ્રામ્ય એલ.સી.બીની ટીમેઝડપી પાડયા હતા. પકડાયેલા જુગારીઓ સામે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વિરમગામ તાલુકાના ખુડદથી જોશીપુરા ગામ જવાનો રોડ ઉપર શ્રીજી બાપા ફાર્મની પાછળ લીમડાના ઝાડ નીચે પૈસા પાનાથી તીન પત્તીનો જુગાર રમી રમાડે છે તે બાતમીના આધારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમે દરોડો પાડતા (૧) મહિપતસિંહ દિલીપસિંહ ઝાલા (રહે.વિરમગામ), (૨) અરવિંદભાઈ અમરતભાઈ ઠાકોર (રહે.ખુડદ ગામ, તા.વિરમગામ) (૩) રમેશજી પરઘુજી ઠાકોર (રહે. પનાર ગામ તા.દેત્રોજ) (૪) સતિષભાઈ પરઘુજી ઠાકોર (રહે. મણીપુરા ગામ, તા.વિરમગામ) (૫) સુનિલભાઈ નવઘણજી ઠાકોર (રહે. પનાર ગામ, તા.દેત્રોજ) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂ.૫૧,૬૪૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે.

Tags :