Get The App

જામનગર નજીક ચેલા ગામ પાસેથી જુગાર રમતાં 5 શખ્સો રૂ. 19 લાખની માલમત્તા સાથે પકડાયા

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક ચેલા ગામ પાસેથી જુગાર રમતાં 5 શખ્સો રૂ. 19 લાખની માલમત્તા સાથે પકડાયા 1 - image

જામનગર નજીક ચેલા ગામમાં પોલીસે જુગારનો દરોડો પાડી 5 શખસોને ઝડપી લીધા છે, અને તેઓના કબજામાંથી રોકડ, કાર, મોબાઈલ સહિત રૂ. 20 લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કર્યો છે.

જામનગર તાલુકાના ચેલા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપની પાસે જાહેરમાં જુગાર રમતા મહેન્દ્ર મનજીભાઈ પરમાર, ધર્મેશ ડાયાલાલ પરમાર, લાલજી રામજી પરમાર, દિપક કાનજીભાઈ કટેશીયા, રાજેશ જીવાભાઈ કણજારીયા વગેરેને રોકડ રૂ. 80 હજાર તેમજ રૂ.1.86 લાખની કિંમતના5 મોબાઈલ, રૂ.17 લાખની કાર મળીને કુલ રૂ.19,81,000ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે.