નાની કુમાદ ગામમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
- દરોડામાં 2 શખ્સ નાસી છુટયા, સ્થળ પરથી રોકડ રૂ. 13,460 જપ્ત, 7 સામે ગુનો
વિરમગામ : વિરમગામ ટાઉન પોલીસે નાની કુમાદ ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા જ્યારે બે જુગારીયા નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિરમગામ તાલુકાના નાની કુમાદ ગામે શક્તિ માતાજીના મંદિરના ઓટલા ઉપર જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસે દરોડો પાડયો હતો. જેમાં જયંતીભાઈ ઇશ્વરભાઇ ઠાકોર, પ્રતિકભાઈ કરમશીભાઈ ઠાકોર, અશ્વિન રતિલાલ ઠાકોર, મુકેશ મેલાભાઈ ઠાકોર, છોટાજી નવુજી ઠાકોર (તમામ રહે.નાની કુમાદ) જુગાર રમતા ઝડપાયા હતા. જ્યારે પંકજભાઈ વશરામભાઈ ઠાકોર અને વિજય દોલાભાઈ ઠાકોર (બંને રહે. નાની કુમાદ) નાસી છૂટવામાં સફળ રહ્યાં હતા. પોલીસે આરોપીઓની અંગ જડતી કરતા રૂ.૧૨,૦૧૦ અને દાવ ઉપરથી રૂ.૧,૪૫૦ મળી કુલ રૂ.૧૩,૪૬૦ના મુદ્દામાલ કબજે કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.