Get The App

જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા 1 - image

Jamnagar Gambling Raid : જામનગર શહેર, જમજોધપુર અને લાલપુરમાં ગઈકાલ તા.30.03.2026 ના રોજ પોલીસ દ્વારા જુગાર વિરોધી ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાંથી જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે પાડેલા જુગારના દરોડામાં સંજયભાઈ જયસુખભાઈ વારા (ઉ.વ.38, રહે. સુભાષ શાકમાર્કેટ, પખાલીવાડ, જામનગર) સુનિલભાઈ, ત્રિકમદાસ કેશવાણી (ઉ.વ. 40, રહે. દી પ્લોટ 64, જામનગર), મીલન જેઠીભાઈ જોઇસર (ઉ.વ.37, રહે. હવાઇચોક, જામનગર) હસમુખભાઈ મગનભાઈ સાદરીયા (ઉ.વ.52, રહે. ચાર થાંભલા, લાલપુર), અને વરજાંગભાઈ ઉર્ફે પાલો કેશુભાઈ હરિયાણી (ઉ.વ.39, રહે. બસ સ્ટેન્ડ પાસે, જામજોધપુર)ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ પાસેથી વરલીની ચીઠ્ઠીઓ, બોલપેન તેમજ કુલ રૂ.935 રોકડ રકમ કબ્જે કરી હતી. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12(અ) મુજબ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.