Get The App

શહેરના આંબાચોક વિસ્તારમાં જુગારની બાઝી માંડી બેઠેલા 5 ઇસમો ઝબ્બે

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
શહેરના આંબાચોક વિસ્તારમાં જુગારની બાઝી માંડી બેઠેલા 5 ઇસમો ઝબ્બે 1 - image


- લોકલ ક્રાઈમ બ્રાન્ચનો દરોડો

- પોલીસે પટમાં પડેલા રોકડા રૂા. 13 હજાર કબજે લીધા

ભાવનગર : શહેરના આંબા ચોક નારેશ્વર મંદિર બાજુમાં જુગારની બાઝી માંડી બેઠેલા પાંચ ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોકડા રૂપિયા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ એલસીબીનો સ્ટાફનાં ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, આંબા ચોક,નારેશ્વર મંદિર બાજુમાં મનીષ પરફ્યુમ્સની દુકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથ-કાંપનો જુગાર રમે છે. જે બાતમીનાં આધારે દરોડો પાડી હાથકાંપનો જુગાર રમતાં તોહિદ સલીમભાઇ મલેક (ઉ.વ.૩૬ રહે. યુનુસ ગાંઠીયાવાળાના મકાનમાં,નાની શેરી,વડવા,ભાવનગર ),આશીફ રહીમભાઇ સૈયદ (ઉ.વ.૩૮ રહે.ગલી નં.૦૩,ખોજાવાડ,આંબાચોક,ભાવનગર ),ઇમરાન મહેબુબભાઇ દેખૈયા ( ઉ.વ.૩૨ રહે.ચંદ્રમહેલ ફલેટ, રબ્બર ફેકટરી, ભાવનગર ),મોસીન ગફારભાઇ પઠાણ ( ઉ.વ.૪૦ રહે.માળીનો ટેકરો, આંબાચોક,ભાવનગર ),ફરહાન અફજલભાઇ રાંધનપુરી (  ઉ.વ.૩૦ રહે.અમર પાન પાસે,કાઝીવાડનો ચોક, ખારગેટ,ભાવનગર) ને પટમાં પડેલા ૧૩,૨૬૦ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

Tags :