Get The App

જામનગર શહેરમાં શનિ-રવિ દરમિયાન કોરોનાના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા : શહેરના કુલ 19 એક્ટિવ કેસ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
જામનગર શહેરમાં શનિ-રવિ દરમિયાન કોરોનાના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા : શહેરના કુલ 19 એક્ટિવ કેસ 1 - image


Jamnagar Corona Case : જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન ધીમા પગલે સતત વધી રહ્યું છે. અને શનિવારે બે પોઝીટીવ કેસ નોંધાયા પછી રવિવારે વધુ ત્રણ નવા  પોઝીટીવ કેસ નોંધાયા છે, અને હાલ જામનગર શહેરમાં કુલ 19 એક્ટિવ પોઝિટિવ કેસ છે. જે તમામ હોમ આઇસોલેસનમાં સારવાર હેઠળ છે. 

જામનગરમાં કોરોનાનું સંક્રમણ ધીમા પગલે વધી રહ્યું છે. અને શનિવારે બે કેસ નોંધાયાં હતા, ત્યારબાદ ગઈકાલે રવિવારે નવા વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં હિંમત નગર, એમ્યુઝમેન્ટ પાર્ક અને પટેલ કોલોની વિસ્તારના બે મહિલા અને એક પુરુષના કેસનો સમાવેશ થાય છે. અને તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. આજની સ્થિતિએ શહેરમાં કુલ 19 એક્ટિવ કેસ છે.

Tags :