Gujarat

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ 5 ફરિયાદ નોંધાવાઈ

By GS TEAM
12 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેરની જુદી જુદી બેન્કોમાં ખાતા ખોલાવી નાણાંની ગેરકાયદે હેરફેર કરવાના સંદર્ભમાં વધુ 14 આરોપીઓ સામે ગુન્હો નોંધાયો

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ 5 ફરિયાદ નોંધાવાઈ

Jamnagar : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવામાટે સોંપી દે છે, આવા કુલ 14 ખાતા ધારકો સામે જામનગરના સીટી એ. અને બી. ડિવિઝન પોલીસ મથકમાં 6 પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન શહેરમાંથી ગઈકાલે આવા વધુ પાંચ બેન્ક ખાતાં મળી આવ્યા છે, અને શહેરના સિટી એ.બી.અને સી. ડિવિઝન પોલીસ મથકમાં વધુ 14 આરોપીઓ સામે પાંચ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

 જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાની રાહબરી હેઠળ છેલ્લા બે દિવસ દરમિયાન સીટી એ.તેમજ બી.ડિવિઝન પોલીસ મથકમાં 14 આરોપીઓ સામે કુલ 6 પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ગઈકાલે બપોર બાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ગુન્હો નોંધવામાં આવ્યો છે. તે જ રીતે મળી કુલ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનમાં વધુ પાંચ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

જેમાં પ્રથમ ગુન્હામાં સરકાર પક્ષે વિજયભાઈ બળદેવભાઈ કાનાણી નામના પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરીયાદી બન્યા છે, અને ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા શબિર હુસેન સિદિકભાઈ બ્લોચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેઓના બેન્ક ખાતામાં કુલ 31,53,900 જેવી રકમનું ગેરકાયદે રીતે ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે ગુનો દાખલ કર્યા બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ત્યારબાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સોયબભાઈ મકવાએ નોંધાવેલી ફરિયાદમાં સબીર અબ્દુલભાઈ નાગિયા, તેમજ હુશેન મનસુરભાઈ સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ નિરુભા સોઢા નામના પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરિયાદી બન્યા છે, અને મોહમ્મદ રફી ગફારભાઈ તથા સુલતાન લુલ્લા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજાએ બેંકના ખાતાધારકો સાહિલ સત્તારભાઈ, શાહીદભાઈ સામે ગુના દાખલ કરાયા છે.

આ ઉપરાંત સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ જાડેજા ફરિયાદી બન્યા છે, અને અંકિત મુકેશભાઈ બારોટ વગેરે આરોપીય સામે પણ ગુનો દાખલ કરાવ્યો છે જે તમામ ગુન્હાના સંદર્ભમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.