- એક્ટિવા અને રીક્ષાની તોડફોડ કરી
- યુવાને એકટીવા આપવાની ના પાડતા શખ્સો તૂટી પડયા અને ઇટડા ના ઘા કર્યાં
કુંભારવાડા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ૬૩ માં રહેતા મોઇનભાઈ રસુલભાઈ સૈયદ રાત્રિના પોતાના ઘરે સુતા હતા તે દરમિયાન ગત રાત્રિના સાડાબાર કલાકે કાકા જાહિદભાઈના ઘર પાસે દિકરો થયો હતો.તેવાંમાં મોઇનભાઈ તુરતજ કાકાના ઘર પાસે પહોંચ્યા ત્યારે કાકાના દીકરા સાહિકભાઈ જાહીદભાઈ સૈયદ ( ઉ.વ ૨૩ ) પાસે નદીમ મનસુરભાઇ સોરઠીયાએ એકટીવા માંગ્યું હતું.અને સાહિલે એકટીવા આપવાની ના પાડતા નદીમ મનસુરભાઇ સોરઠીયા,સલીમ કાસમભાઇ સોરઠીયા,સાહીલ રસુલભાઇ શાહ,શાહનવાજ સલીમભાઇ સોરઠીયા,સીદીક સલીમભાઇ સોરઠીયાએ ઉશ્કેરાઈ છરી ધારીયા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.અને બાજુમાં પડેલ એકટીવા અને રીક્ષા પર ઇટડાના ઘા કરી નુકશાન કર્યું હતું.દરમિયાનમાં મોઇનભાઈ અને આજુબાજુના લોકો એકત્ર થઈ સાહિકભાઈને માર મારવાથી બચાવી તુરતજ ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે સાહિકભાઈને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ સંદર્ભે મોઇનભાઈએ પાંચ શખ્સ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં 15 દિવસમાં હત્યાના 3 બનાવ
ભાવનગર શહેર જિલ્લામાં નવા વર્ષ ૨૦૨૫ ના પ્રારંભના ૧૫ દિવસમાં ત્રણ હત્યાના બનાવો બન્યા છે.જેમાં ગત તા ૩ જાન્યુઆરીના દિવસે તરસામીયા ગામે હિસાબના પૈસા મામલે એક શખ્સે છરીના ઘા ઝીંકી યુવાની હત્યા કરી હતી.તથા ગત તા ૧૧ જાન્યુવરીના રોજ અકવાડામાં યુવતી સાથે ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોવાનો ઠપકો મામલે ચાર શખ્સે છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરી હતી.અને આજે કુંભારવાડામાં એકટીવા નહીં આપતા પાંચ શખ્સે છરી ધારીયા વડે યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું.


