Gujarat

પોલીસ સાથે પંચનામું કરવા ગયેલા 2 ભાઈ પર 5 શખ્સનો પથ્થરમારો

By GS TEAM
24 May 20262 mins read
પોલીસ સાથે પંચનામું કરવા ગયેલા 2 ભાઈ પર 5 શખ્સનો પથ્થરમારો

ખેડુતવાસ મફતનગર વિસ્તારમાં બનાવ બન્યો

પોલીસે આરોપીને પકડવાને બદલે ભાઈઓને છોડાવી સ્થળ પરથી નીકળી ગયા

ભાવનગરખેડુતવાસ મફતનગર ઢોરી ઉપર મેલડીમાની ધારથી આગળ ફરિયાદ માટેનું પંચનામું કરવા ગયેલ ફરિયાદી અને તેના ભાઈ પર પાંચ ઇસમને પોલીસની હાજરીમાં હુમલો કરાયો હતો.

ખેડૂતવાસ મફતનગર મેલડીમાતાની ધાર રામાપીરના મંદિર પાસે રહેતા સાગરભાઈ રાજેશભાઈ વાજાએ ગઇ તા.૨૧ મે ૨૦૨૬ ના રોજ મારે ખેડુતવાસ મફતનગર ઢોરી ઉપર મેલડીમાની ધારથી આગળ કુણાલના ઘર પાસે માથાકુટ થયેલી હતી અને જેમાં સાગરભાઈએ ફરિયાદ નોંધાવેલી હતી. અને પંચનામા માટે પોલીસ દ્વારા ફોન કરવામાં આવતા અને બનાવવાળી જગ્યા બતાવાનુ જણાવતા સાગરભાઈ તથા તેના ભાઇ સંજયભાઇ બનાવવાળી જગ્યાએ ગયા હતા. અને અહીં આગળ રાહુલ કાંન્તીભાઈ તથા વીના હાજર હોય આ વખતે કુણાલની માતા શાંતાબેન ચુડાસમા પાસે આવેલ અને કહેલ કે અમારી ઉપર શું કામ ફરિયાદ કરેલ છે. તેમ કહી ગાળો દેવા લાગેલ અને કહેલ કે હવે જો ફરિયાદ કરશો તો તમને જાનથી મારી નાખશુ એવી ધમકી આપેલ હતી અને તે વખતે રાહુલ ઉર્ફે ઇતી, આકાશ ઉર્ફે ભેંસો તથા જટી વાઘેલા તથા નકુલ આવી ગાળો બોલી બન્ને ભાઈ પર ઇંટડાનો ઘા કરવા લાગેલ આ દરમ્યાન બોરડીગેટથી જમાદાર રઘુવિરસિંહ તથા ભદ્રેશભાઇ પંચનામાની કાર્યવાહી માટે આવેલ હોય અને તેઓ લાકડી લઇ વચ્ચે પડયા હતા.પરંતુ બંને ભાઈઓને ઇજા થઈ હતી.આ સમગ્ર મામલે પોલીસ તમાશો જોયો આરોપીઓને પકડવાને બદલે પાંચનું કરતી રહી અને માતા પુત્ર જુગાર સહિત મારા મારી માં ફરાર હોવા છતાં પકડવાની પોલીસે તસ્દી લીધી ન હતી.આ બનાવ સંદર્ભે સાગરભાઈએ પાંચ શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.