વડોદરાની આસપાસ હાઇવે પર વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના 5 સાગરીત ઝડપાયા, એક ફરાર
Vadodara : વડોદરાની આસપાસ હાઈવે ઉપર રાહદારીઓ તેમજ વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના પાંચ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.
છાણી હાઇવે ઉપર ગઈ રાતે મહારાષ્ટ્રથી રાજકોટ જઈ રહેલી કપાસ ભરેલી ટ્રકના ડ્રાઇવર તેમજ ક્લીનરને એક્સિડન્ટ કર કે ક્યુ ભાગા.. તેમ કહી ચપ્પુ બતાવી રોકડા રૂ.4,500 અને 2 મોબાઈલ લૂંટી લેનાર ગેંગની સામે છાણી પોલીસે ગુનો નોંધ્યો હતો
એસીપી તેમજ છાણીના આ બનાવ બાદ જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ સર્વેન્સના આધારે તપાસ કરતા વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ગુનેગારોએ બનાવેલી ગેંગની વિગતો બહાર આવતા પાંચ જણાને ઝડપી પાડ્યા હતા. જેમાં દુમાડ વિસ્તારના પ્રતીક ચૌહાણ, સમીર ઠાકોર, મૌલિક પરમાર, શુભમ ચૌહાણ અને (ધવલ પગી,સમા) નો સમાવેશ થાય છે. જ્યારે એક સાગરીત ફરાર થઈ ગયો છે.
પોલીસે પોલીસે તેમની પાસેથી બે મોટર સાયકલ, એક સ્કૂટર, લુટેલા ત્રણ મોબાઇલ, ચપ્પુ તેમજ અન્ય મત્તા કબ્જે કરી પૂછપરછ કરતા એક જ રાતમાં ટ્રક ડ્રાઇવર ક્લીનર ઉપરાંત હાઈવે પર બે વ્યક્તિના મોબાઈલ લૂંટ્યા હોવાની વિગતો બહાર આવી હતી. ટોળકી દ્વારા વડોદરામાં અગાઉ પણ આ પ્રકારના ગુનાઓ આચારવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે જેથી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઇ છે.