app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

અમદાવાદમાં આંગડિયામાંથી પૈસા લઈને જતાં વેપારીના 5.50 લાખની લૂંટ, ગાડીનો કાચ તોડીને બેગ લઈ ત્રણ લૂંટારા ફરાર

એક એક્ટિવા ચાલકે ગાડીનો પીછો કર્યો અને અન્ય બે ઈસમોએ ગાડી પાસે આવીને કહ્યું તમે કરેલા અકસ્માતમાં મને ઈજા પહોંચી છે

પાછળથી આવેલા એક ઈસમે ગાડીનો ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને બેગ લઈ લીધી અને ત્રણેય ફરાર થઈ ગયા હતાં

Updated: Sep 27th, 2023


અમદાવાદઃ શહેરમાં ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે ચોરી અને સાયબર ક્રાઈમ સિવાયના અન્ય ગુનાઓ કાબુમાં છે. પરંતુ શહેરમાં લૂંટના ગુનાઓ વધી રહ્યાં છે. રસ્તા પર વાહન લઈને જતાં લોકોને અકસ્માત કર્યો છે કહીને લૂંટી લેતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. (ahmedabad police)ત્યારે શહેરમાં આંગડિયામાંથી પૈસા લઈને નીકળેલા વેપારીની પાંચ લાખ ભરેલી બેગ લૂંટીને ત્રણ જણા ફરાર થઈ ગયા હતાં.( 5.50 lakh robbery) કાર ચાલકે તેમનો પીછો કરતાં તેઓ કઈ તરફ ગયા તે જાણી શકાયું નહોતુ. જેથી ગભરાયેલા કારચાલકે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે જે અન્ય એક્ટિવા કે મોટર સાયકલ પર આવીને અન્ય વાહન ચાલકોને તમે અકસ્માત કર્યો છે એવું કહીને ઝગડો કરે છે અને આ દરમિયાન અન્ય વાહન પર આવેલ વ્યક્તિએ કારમાંથી કે અન્ય વાહનની ડેકીમાંથી રૂપિયા કાઢીને લૂંટીને ફરાર થઈ જાય છે. દેવેશ શાહ કેમિકલ મેન્યુફેક્ચરિંગનો ધંધો કરે છે. તેમને તેમના મિત્ર દ્વારા મુંબઈથી આંગડિયા દ્વારા પાંચ લાખ રૂપિયા મોકલ્યા હતાં. તેઓ સીજી રોડ પર સ્થિત આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળ્યા હતાં. જ્યાં રસ્તામાં કોઈ હેલ્મેટ પહેરોલા એક્ટિવા ચાલકે તેમની કારનો પીછો કર્યો હતો અને તેમની કારનો પાછળનો કાચ ખખડાવતો હતો. 

ટ્રાફિક સિગ્નલ પર વારંવાર આવું થતું હતું. ત્યાર બાદ માણેકબાગ તરફ તેમની ગાડીની આગળ એક્ટિવા પર આવેલા ત્રણેક ઈસમો આવી ગયા હતા અને દેવેશ શાહને કહ્યું હતું કે, તમે અકસ્માત કરીને જતા રહ્યાં છો અને મને પગમાં ઈજા થયેલ છે. આ દરમિયાન વાત કરતાં હતાં ત્યારે એક ઈસમે ગાડીનો ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને ત્યાં પડેલી બેગ લઈ લીધી હતી. જેમાં પાંચ લાખ અને અન્ય 50 હજાર રૂપિયા હતાં. આ બેગ ઝૂંટવીને ત્રણેય જણાં ફરાર થઈ ગયાં હતાં. ત્યારે દેવેશ શાહે તેમનો પીછો કરતાં તેઓ ક્યાં ગયા એની ખબર નહોતી પડી. ત્યાર બાદ દેવેશ શાહે ઘરે જઈને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. ત્યાર બાદ તેઓ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 


Gujarat