ફૂડ વિભાગના 5 ઇન્સપેક્ટરની બદલી, 3 ની પ્રતિનિયુક્તિ
- વર્ગ-૩ના ઓફિસરના 7 મંજૂર મહેકમ સામે 4 ની ઘટ
- ભાવનગર અને બોટાદ બન્ને જિલ્લા વચ્ચે માત્ર ત્રણ ઇન્સપેક્ટરથી ગાડું ગબડાવવા તંત્ર મજબૂર
મળતી વિગતો મુજબ રાજ્યના વિવિધ જિલ્લામાં ફૂડ સેફટી ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા કુલ ૭૪ અધિકારીના બદલીના ઓર્ડરો કરાયા છે. ભાવનગર કચેરીમાં મંજુર સાત મહેકમ સામે પાંચ ફૂડ સેફટી ઈન્સ્પેક્ટર કાર્યરત હતા. બદલીના ઓર્ડરમાં વી.એસ. પટેલને અમદાવાદ ઝોન-૨માં, સી.આર. ત્રિવેદીને જુનાગઢ, કુ.એસ.બી. પટેલને જુનાગઢ, કે.એ. પટેલને વલસાડ અને જે.બી. ઝીંઝાંળાની વડોદરા બદલી કરાઈ છે. જ્યારે કચ્છ-ભુજથી આર.એ. ચૌધરી, ગાંધીનગરથી એન.એસ. સરવૈયા અને અમરેલીથી કુ.વી.કે. હેજમને ભાવનગર મુકાયા છે. જ્યારે બે જગ્યા ખાલી પડી છે. જયારે, ભાવનગર કચેરીમાંં સાતના મહેકમ સામે કુલ ચાર જગ્યા હજુ ખાલી રહેવા પામી છે. આ સ્ટાફે ભાવનગર ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ કામગારી કરવાની રહેશે. જેથી એક તરફ સ્ટાફનો અભાવ અને બીજી તરફ બબ્બે જિલ્લા વચ્ચે માત્ર ત્રણ ફૂડ ઇન્સપેક્ટરથી કામગીરીનું ભારણ વધવાની શક્યતા વધી છે.